GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ખાતે બે માળના જર્જરિત મકાન ઉતારતી વખતે અચાનક દીવાલ ધરાશાય થતા એક મહિલાનો આબાદ બચાવ

 

તારીખ ૧૨/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર ના સોની ફળિયા ખાતે આવેલા વર્ષો જુના જર્જરીત મકાનની દિવાલ આજ રોજ ઉતારતા હતા.છેલ્લા કેટલાક સમયથી આ મકાનમાં અચાનક તિરાડો અને દિવાલોનો ભાગ બેસી ગયો હતો ત્યારે ઘર માલિકે પોતાની અને અન્ય લોકોની સલામતી ને ધ્યાને લઈને આ જર્જરિત મકાન ઉતારવા માટે કામગીરી કરવામાં આવી હતી ત્યારે આ જર્જરિત મકાનનું ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક રોડ સાઈડનો ભાગ ધરાશાયી જતા ત્યાંથી અવર જવર ચાલુ હતી ત્યારે ત્યાંથી પસાર થતી એક મહિલાનો માંડ માંડ જીવ બચ્યો હતો ત્યારે આ મકાન ઉતારવાનો કોન્ટ્રાક્ટ રાખનાર દ્વારા કોઈ પણ જાતનો રસ્તો બંધ કર્યા વગર આ જર્જરિત મકાન ઉતારવાનું કામ કરી રહ્યા છે ત્યારે ભરચક અને મેંન અવર જવર કરતા રસ્તા ઉપર કોઈ પણ સેફટી અંગેનું ધ્યાન રાખવામાં આવ્યું નહતું ત્યારે આ પડેલ દીવાલ અંગેનો વિડીઓ હાલ સોસીયલ મીડિયા વાઈરલ થયો છે.

Back to top button
error: Content is protected !!