આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “વેસ્ટમાંથી બેસ્ટ” સ્પર્ધા યોજાઈ

31 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “વેસ્ટમાંથી બેસ્ટ” સ્પર્ધા યોજાઈ.શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે સ્કાઉટ ગાઈડના કન્વીનર શ્રીમતી ગીતાબેનના માર્ગદર્શન અને પ્રેરણા થકી “વેસ્ટમાંથી બેસ્ટ” સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો લઈ અવનવી કલા-કૃતિઓ રજૂ કરી હતી. તથા આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને આચાર્યશ્રીએ ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે માનદવેતન ઉપર કામ કરનાર સેવિકા શ્રીમતી પુષ્પાબેનને તેમની કામ પ્રત્યેની નિષ્ઠા, તેમની આંતરિક કોઠાસૂઝ, હંમેશા ઊર્જાવાન તથા શાળા, સ્ટાફમિત્રો અને વિદ્યાર્થીઓ સાથે લાગણીસભર વ્યવહાર વગેરે પ્રેરણાદાયક ગુણોના કદરરૂપે પ્રાર્થના સભામાં શ્રીમતી પુષ્પાબેનને આચાર્યશ્રી, સુપરવાઈઝરો તથા સ્ટાફમિત્રો દ્વારા ઈનામ આપી તેમના ગુણોની તથા નિષ્ઠાની પ્રશંસા કરવામાં આવી હતી.







