
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વાંકલ ગામમાં મેરીટ પોલીમર્સ કંપની બની ત્યારથી સતત વિરોધ અને વિવાદોનો વંટોળ ચાલતો આવેલ છે.ગ્રામજનો દ્વારા ગ્રામસભાના ઠરાવ તેમજ ધ્વનિ પ્રદુષણ અને સ્ત્રીઓ-બાળકોની સુરક્ષા જેવા મુદ્દાઓ લઈને સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો તેમાં સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને ખેરગામનાં ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલ,માજી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ,માજી જિલ્લા પંચાયત સભ્ય જયશ્રી પટેલ,ધરમપુર આમ આદમી પાર્ટી નેતા કમલેશ પટેલ,મનાલા સરપંચ જયેન્દ્ર ગાંવિત,વકીલ કેયુર પટેલ,યુવાઆગેવાન મયુર પટેલ,શૈલેષ પટેલ,અનિલ પટેલ અને સ્થાનિક ગ્રામજનોમાં મહેશભાઈ, રાકેશભાઈ,ધર્મેશભાઈ,જીગ્નેશભાઈ,જયેશભાઇ,જશોદાબેન,મીનાબેન,રસીલાબેન,ગંગાબેન સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને વલસાડ કલેકટરને ગ્રામસભાના ઠરાવની વિરુદ્ધ સંપૂર્ણ ગેરકાયદેસર રીતે બનેલ મેરીટ પોલીમર કંપની સામે ઠરાવની ઉપરવટ જઈને ગેરકાયદેસર બાંધકામ કરીને દાદાગીરી કરતા આવેલ હોવા બાબતે રજૂઆત કરેલ હતી.
ઉપરાંત મેરીટ પોલીમર કંપની દ્વારા CPCB – GPCB ના નિયમો અનુસાર રહેણાંક વિસ્તારમા સવારે 6 વાગયેથી રાત્રે 10 વાગે સુધી 55 db અને રાત્રે 10 થી સવારે 6 વાગે સુધી 45 db હોવો જરૂરી છે.જે અમો એ ફરિયાદ કરતા ચકાસણી દરમ્યાન કંપની દ્વારા તપાસ અધિકારીઓને ગુમરાહ કરવા નિર્ધારિત માત્રા 45 db કરતા ઓછો કરી દેવામાં આવે છે,જે હકીકતમા 55-65 કોઈકોઈ વાર 70-75 db જેટલો ઉચ્ચ પણ જતો હોય છે પરંતુ પુરાવાના આધારે આ કંપની છટકબારી શોધી લેતી હતી પરંતુ આ વખતે અમે noise pollution માપવા પોતાનં મશીન મંગાવીને ચેક કરવાનું ચાલુ કરતા મોટેભાગે અવાજ upper limit 45db કરતા વધુ જ જોવા મળ્યો છે.જેના લીધે લોકોની રાતોની ઊંઘ ખરાબ થાય છે.અને હાલમાં દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષા આવનાર હોય વિદ્યાર્થીઓના વાંચન પર વરવી અસર પડી રહી હોવાની અને સાંજે 5 વાગ્યે પછી નોકરીએથી છૂટીને કંપનીના માણસો ફ્લધરા વણઝાર ફળીયાથી તીસ્કરી ચાર રસ્તા સુધી દારૂ પીવા જાય છે અને દારૂ પીને પરત આવતા ખુબ જ ગંદી માબેન સમાણી ગાળો બોલતા બોલતા પરત આવતા હોય છે જેના લીધે બાળકો અને મહિલાઓ ભારે ક્ષોભજનક પરિસ્થિતીમાં મૂકાવું પડતું હોય છે અને દારૂના નશામાં આવા ઈસમો વારંવાર કાયદોવ્યવસ્થા ખોરવતા આવેલ છે જેના માટે અમોએ ભૂતકાળમા ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ હતી.અને ઘણીવાર હવામાં કચરો ઊડતો જોવા મળતા હોવાની પણ વલસાડ કલેકટરને રજૂઆત કરેલ હતી.આગેવાનોએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી ગ્રામજનોને ન્યાય અપાવવાની માંગ કરી છે અને જો યોગ્ય ન્યાય નહીં મળે અને તંત્રનાં આંખ આડાકાન કરવાની આદતના લીધે ગ્રામજનોને હેરાનગતિ ચાલુ જ રહેશે તો બહેનો-બાળકોની સુરક્ષા,જળ-જંગલ-જમીનની જાળવણી અને સતત ઘોંઘાટમય ધ્વનિ પ્રદુષણના વિરોધમાં કંપનીની બહાર અમારે ઘરણા પ્રદર્શન કરવાની ફરજ પડશે અને એના લીધે કાયદો વ્યવસ્થા ખોરવાશે તો તેના માટે માત્ર અને માત્ર વલસાડ જિલ્લા તંત્ર જ જવાબદાર રહેશે તેવી ઉગ્ર ચીમકી ઉચ્ચારવામાં આવી છે.




