GUJARATKHERGAMNAVSARI

આછવણીના કાંતિ પટેલ આપઘાત દુત્પ્રેરણા પ્રકરણમાં સમસ્ત આદિવાસીના આગેવાનો દ્વારા સુરત રેન્જ આઇજીને યોગ્ય તપાસ માટે લેખિતમાં ફરિયાદ.

આછવણીના કાંતિ પટેલ આપઘાત દુત્પ્રેરણા પ્રકરણમાં સમસ્ત આદિવાસીના આગેવાનો દ્વારા સુરત રેન્જ આઇજીને યોગ્ય તપાસ માટે લેખિતમાં ફરિયાદ.

આછવણીના કાંતિ પટેલ આપઘાત દુત્પ્રેરણા પ્રકરણમાં સમસ્ત આદિવાસીના આગેવાનો દ્વારા સુરત રેન્જ આઇજીને યોગ્ય તપાસ માટે લેખિતમાં ફરિયાદ.

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ તાલુકાના આછવણીના બહુ ગાજેલા કાંતિ પટેલ આપઘાત પ્રકરણમાં ગત ૧૬ માર્ચે રૂમલાના વિજય ઉચ્ચકટારેએ કલ ફરિયાદ અંગે ખેરગામ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન થતા ફરિયાદી વિજય ઉચ્ચકટારેએ ગુજરાત રાજ્ય સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો. પ્રદીપ ગરાસિયાને રજુવાત કરતા ડો. પ્રદીપ ગરાસિયાએ દ. ગુજરાતના આદિવાસી આગેવાનો અને વિજય ઉચ્ચકટારે સાથે – સુરત રેન્જ આઇજીને લેખિત ફરિયાદ કરી છે. જેમાં આ પ્રકરણે યોગ્ય તપાસ નહિ થશે તો આવનાર લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી પણ અપાઈ છે.તા. ૬ એપ્રિલેના રોજ રેન્જ આઇજીને રૂબરૂ મળી કરેલ ફરિયાદમાં ન જણાવ્યા અનુસાર ૧૦ ઓક્ટોબર ૨ ૨૦૨ ૩ના રોજ જયારે ઘટના ઘટી હતી ત્યારે તેવો ઘટના સ્થળે ઉપસ્થિત હતા. કાંતિના આપઘાત પ્રકરણમાં મંગુની – પત્ની ગીતા જવાબદાર હોવાનું જણાવી  વિજય ઉચ્ચકટારેએ ખેરગામ પોલીસ મથકે ફરિયાદ કરી ગીતાના તપાસની – માગ કરી હતી પરંતુ ખેરગામ પોલીસે આ ફરિયાદ બાબતે કઈ ધ્યાન આપ્યું નથી. વિજય ઉચ્ચકટારેએ ખેરગામ પોલીસ તેને જુઠા કેસમાં ફસાવી દેશે તેવો ડર પણ વ્યક્ત કયો છે. સમગ્ર પ્રકરણમાં કાંતિના મોત થયાના ગણતરીના કલાકોમાં પોલીસે ફરિયાદ નોંધી દીધી હતો. પરંતુ મંગુભાઈ અને કાંતિભાઈ વચ્ચે મારામારી કેમ થઈ હતી, ફરિયાદી શૈલેષે સાગરિતો સાથે મળીને મંગુ પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી, પરંતુ ફરિયાદમાં કાંતિ મગુંની પત્ની ગીતાને લઈને ભાગતો હતો તે બાબતનો ઉલ્લેખ કરાયો નથી તેની તપાસ પોલીસે કરવી જોઈએ. મંગુને કાંતીએ બે વાર કાર નીચે કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો ૬ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ પાણી ખડક સર્કલ પર ઈનોવા કાર વડે કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો જે બાબતે ૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ પોસ્ટ મારફતે મંગુએ નવસારી એસપીને ફરિયાદ કરી હતી જેના ત્રણ દિવસ બાદ કાંતિ મંગુની પત્ની ગીતાને ઇનોવા કારમાં લઈને ભાગતો હતો ત્યારે પાણી ખડક સર્કલ પર આવી પહોંચેલ મંગુને ફરી ઈનોવા કાર નીચે કચડી મારવાનો પ્રયાસ કયો હતો. જેના બીજે દિવસે કાંતિએ ઝેર પીને આપઘાત કર્યો હતો. સમગ્ર ઘટનામા મંગુને ૬ ઓક્ટોબરે કાંતિએ કાર નીચે કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે જ પોલીસે કાંતિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હોત તો કાંતિ ઝેર પીવાથી બચી જતે અને કદાચ આજે જીવિત હોતે. એક રીતે કાંતિના મોતના જવાબદારોમાં પોલીસની બેદરકારી પણ હોય શકે તેમ લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે ત્યારે રેન્જ આઈજી આ પ્રકરણ માં તપાસ કરાવી ન્યાય કરે તે ખૂબ જ જરૂરી જણાઈ રહ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!