GUJARATJUNAGADHKESHOD

કેશોદ શહેરમાં રખડતાં ભટકતાં પશુઓનાં ત્રાસમાંથી મુક્ત કરાવવા કેશોદ નગરપાલિકા કચેરીમાં લેખિતમાં રજુઆત કરવામાં આવી

કેશોદ શહેરમાં રખડતાં ભટકતાં પશુઓનાં ત્રાસમાંથી મુક્ત કરાવવા કેશોદ નગરપાલિકા કચેરીમાં લેખિતમાં રજુઆત કરવામાં આવી

કેશોદ શહેર મધ્યે પસાર થતાં મુખ્ય માર્ગો અને મુખ્ય બજારોમાં રખડતાં ભટકતાં પશુઓનાં ત્રાસથી શહેરીજનો ને મુક્ત કરાવવા કોગી આગેવાન ભરતભાઈ લાડાણી ની આગેવાની હેઠળ કેશોદ નગરપાલિકા કચેરીમાં લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી અને માંગણી કરવામાં આવી છે કે શહેરમાં ગમે તે વિસ્તારમાં નજર કરો ત્યાં રખડતાં ભટકતાં પશુઓ અડીંગો જમાવીને બેઠાં હોય છે અને વાહનચાલકો રાહદારીઓ ને આવવા જવામાં પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડે છે. નામદાર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ હુકમ મુજબ ચુસ્તપણે અમલવારી કરવામાં આવતી ન હોવાથી શહેરમાં એક હજારથી વધારે રખડતાં ભટકતાં નધણીયાતા પશુઓ મુખ્ય માર્ગો અને બજારો ઉપરાંત સોસાયટી વિસ્તારમાં રખડતાં હોય જેઓને કારણે છાશવારે આકસ્મિક ઘટનાઓ બને છે. કેશોદ શહેરમાં રખડતાં ભટકતાં આખલાઓ ને કારણે શહેરીજનો વેપારીઓ ની માલ મિલ્કત ને નુકસાન થવાની સાથે સાથે શહેરીજનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ બને છે ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા વહેલાસર નામદાર હાઈકોર્ટ ના હુકમની અમલવારી કરાવવામાં આવે એવી માંગણી કરી છે. નગરપાલિકા દ્વારા રખડતાં ભટકતાં નધણીયાતા પશુઓ માટે શું નકકર કાર્યવાહી કરવામાં આવે છે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે

બાયલાયન : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!