ઓગડ તાલુકાના ઈસરવામા શ્રી મહાકાળી માતાજીના મંદિરે યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.
ઓગડ તાલુકાના ઈસરવામા શ્રી મહાકાળી માતાજીના મંદિરે યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.

ઓગડ તાલુકાના ઈસરવામા શ્રી મહાકાળી માતાજીના મંદિરે યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.
ઓગડ તાલુકાના ઈસરવા ખાતે નર્મદા કેનાલે બિરાજમાન શ્રી મહાકાળી માતાજીના મંદિરે ઓગડ વિદ્યા મંદિર થરાના આચાર્ય અને ઈસરવા ગામના જૈન અગ્રણી અશોકભાઈ શાહ સહીત ગામલોકોની ઉપસ્થિતિ મા સુથાર નાગજીભાઈ સગરામભાઈના યજમાન પદે શાસ્ત્રી સુરેશભાઈ વેદીયા (નાથપુરા)ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે મહાસુદ-૩ ને બુધવાર તા. ૨૧/૦૧/૨૦૨૬ ના રોજ ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.ગામમાં વસવાટ કરતા અઢારેય વર્ણના લોકોએ શ્રી મહાકાળી માતાજી ના મંદિરે નૈવેદ્ય ધરાવી જૂની પરંપરા જાળવી રાખી.ગામના અગ્રણી વેલાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે શ્રી મહાકાળી માતાજીનું મંદિર ઘણું પુરાણું છે. આ એક ઐતિહાસિક સ્થળ છે. જુનાજમાનામાં આ સ્થળે આહીરો વસવાટ કરતા હતા.આહીરોના વખતમાં અહીં માતાજીનું સ્થાનક હતું.મંદિરની આજુબાજુ ગામ હતું.ગામની આજુબાજુનો વિસ્તાર જંગલ થી ઘેરાયેલ હતો જંગલી જાનવર ના ડરથી થોડો ફેરફાર થતા ગામ થોડે દૂર વસ્યું. સમય જતા ૧૫ વર્ષ પૂર્વે એટલેકે વર્ષ ૨૦૧૧ મા આ સ્થળે દાતાઓના દાનથી ગાલોકોના સહિયારાથી નવીન મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યાર થી મહાસુદ-૩ ના દિવસે ગામમાં વસવાટ કરતા આઢારેય વર્ણના લોકો આ સ્થળે રસોડું કરી માતાજીનો થાળ ધરાવી નૈવેદ્ય કરી ભોજન પ્રસાદ આરોગે છે. દર વર્ષે માતાજીનો યજ્ઞ પણ કરવામાં આવે છે.ભાઈચારો પણ જળવાઈ રહે છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99785 21530




