DEDIAPADAGUJARATNARMADA

દેડિયાપાડાની ઉમરાળ પ્રાથમિક શાળામાં યોગ અને સંસ્કાર શિબિર યોજાયો

દેડિયાપાડાની ઉમરાળ પ્રાથમિક શાળામાં યોગ અને સંસ્કાર શિબિર યોજાયો

તાહિર મેમણ- ડેડીયાપાડા- 19/05/2025 – નર્મદા જિલ્લામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત અભિયાન’ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 7 થી 15 વર્ષના બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિર (યોગ સમર કેમ્પ)નું આયોજન કરવામાં આવ્યું છે, જે તા. 30 મે, 2025 સુધી ચાલશે. તા. 19 મે, 2025 ના રોજ દેડિયાપાડાની ઉમરાળ પ્રાથમિક શાળામાં યોગ અને સંસ્કાર શિબિર યોજાયો હતો.

આ સમર યોગ કેમ્પમાં બાળકોને યોગાસન, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર, યોગિક આહાર તેમજ સંસ્કાર વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું. કેમ્પ દરમિયાન જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર વસંતકુમાર વસાવા, સોશિયલ મીડિયા યોગ કો-ઓર્ડિનેટર રાજનકુમાર વસાવા તથા યોગશિક્ષિકા શ્રીમતી હેમલતાબેન વસાવાની વિશેષ હાજરી રહી હતી.

Back to top button
error: Content is protected !!