તા. ૨૫. ૧૦. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લામા ફતેપુરા તાલુકાના ડબલારા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના મેદાનમાં ધ્યાન અને યોગ નિંદ્રા વિશે યોગ શિબિર યોજાઈ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવાન અને પ્રેરણા સ્ત્રોત ચેરમેન આદરણીય યોગ સેવક શિશપાલજી સાહેબના માર્ગદર્શન મુજબ ઝોન નંબર ત્રણ પંચમહાલના ઝોન નાં ઝોન કોડીનેટર પિન્કીબેન મેકવાન ની અધ્યક્ષતા મા ઘ્યાન અને યોગ નિંદ્રા વિશે યોગ શિબિર યોજાઇ. પિન્કીબેન ઘ્યાન અને યોગ નિંદ્રા થી થતાં ફાયદા વિશે માહિતી આપી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને ૪૫ થી વધારે ભાઇ બહેનો યોગ ટ્રેનર બનવા માટે તૈયાર થયા. ડબલારા ગામના ગ્રામ પંચાયત સરપંચ એમ.ડી.બારીઆ અને પંચાયત સભ્ય પોતે પણ યોગ ટ્રેનર ની તાલીમ લેવા માટે તૈયાર થયા. જ્યાં કોઇ નથી પહોચ્યું ત્યાં ખરેખર ગામડા સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પહોંચી ને લોકોનાં સ્વાસ્થ્ય અંગે માહિતી આપવા બદલ સરપંચ એ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નો ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નાં આચાર્ય પુષ્પાબેન , રીટાબેન , ડબલારા પ્રા.શાળા નાં આચાર્ય કાળુભાઇ ગરાસિયા તેમજ સ્ટાફ બહેનો, વિદ્યાર્થિની બહેનો, મોટી ઢઢેલી, ડબલારા, મોટા નટવા વગેરે ગામો માથી આગેવાનો તેમજ યોગ કોચ ભાઇ બહેનો, યોગ ટ્રેનર ભાઇ બહેનો, શંકરભાઇ કટારા, સામજીભાઈ, અશ્વિનભાઈ, લાલસિંગભાઇ, બિંદુબેન, વાલુભાઈ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા છેલ્લે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નાં જિલ્લા યોગ કો. ઓર્ડીનેટર ધુળાભાઈ પારગી એ કરો યોગ રહો નીરોગ્, ઘર ઘર પે હમ જાયેંગે, સબકો યોગ સિખાયેંગે, યોગમય ગુજરાત, સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ જીવન,જય જય ગરવી ગુજરાત નાં નારા સાથે ૧ તારીખ થી યોગ ટ્રેનર બેન્ચ ચાલું કરવા માહિતી આપી