DAHODGUJARAT

લીમખેડા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત લીમખેડા ખાતે રૅલી યોજવામાં આવી

તા. ૧૧.૦૭. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:લીમખેડા  વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત લીમખેડા ખાતે રૅલી યોજવામાં આવી “વિકસિત ભારત ની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન ” થીમ અંતર્ગત વિશ્વ વસ્તી દિનની ઉજવણી અન્વયે માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અન્વયે લીમખેડા ના જાહેર માર્ગો પર વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી માટે રૅલી નું તાલુકા હેલ્થ ઓફીસર એ લીલી ઝંડી આપી ને રેલીનું પ્રસ્થાન કરાવ્યું આ રેલી લીમખેડા ના જાહેર માર્ગ પર વસ્તી વધારાની સમસ્યા અને વસ્તી નિયંત્રણ અંગે મોડા લગ્ન બાળલગ્નો અટકાવવા નાનું કુટુંબ સુખી કુટુંબ લક્ષિત દંપતીને જરૂરિયાત મુજબ બિન કાયમી પદ્ધતિ જેવી કે પુરૂષો માટે નિરોધ, સ્ત્રીઓ માટે ગર્ભ નિરોધક ગોળીઓ,અંતરા ઇન્જેક્શન, બે બાળકો વચ્ચે ગાળો રાખવો કોપર ટી બે કે તેથી વધુ બાળકો વાળા દંપતીઓ માં પુરૂષો માટે કાપા કે ચીરા વગરની નસબંધી સ્ત્રીઓ માટે લેપ્રોસ્કોપી અને ટાકાવાળું ઓપરેશન તેમજ કુટુંબ કલ્યાણ પદ્ધતિઓ અપનાવનાર લાભાર્થીઓને મળતા આર્થિક લાભો અને દિકરી યોજના વિશે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ રૅલીમાં તાલુકાના CHO તથા MPHW અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!