ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્રારા દે.બારીયા પ્રેમકુમારી કોલેજ ખાતે યોગ સંવાદ નુ આયોજન કરવામાં આવ્યું
AJAY SANSI3 hours agoLast Updated: February 10, 2026
2 1 minute read
તા.૧૦.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Bariya:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર ચેરમેન યોગસેવક શીશપાલજી નાઓના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના પ્રેમકુમારી કોલેજ દેવગઢ બારીયા ખાતે યોગ સંવાદ નુ આયોજન કરવામાં આવ્યું
પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા” ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડા પ્રધાન દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ર૧મી જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.જેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે. યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.જે સંદર્ભે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત, દરેક તાલુકામાં ગામડે ગામડે યોગ શિક્ષક તૈયાર થાય તે માટે યોગ સંવાદનું આયોજન કરવામાં આવેલ છે. જેનો હેતુ સમગ્ર તાલુકામાં યોગનો વાતાવરણ બને અને લોકો યોગ કરતા થાય યોગ શિક્ષક બને તે હેતુ છે. – આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ માંથી કો-ઓર્ડીનેટર રાહુલકુમાર પરમાર, આચાર્ય, કોલેજ સ્ટાફ, યોગ કોચ, યોગ ટ્રેનર, તેમજ મોટી સંખ્યામાં યુવાઓ અને યુવતીઓ હાજર રહ્યા હતા