‘સેય નો ટુ ડ્રગ્સ’ સંદેશા સાથે ભારત ભ્રમણ:સુરતનો યુવક બાઈક પર 126 દિવસમાં 17000 કિ.મી.ની યાત્રા કરીને આવતાં ભરુચમાં સ્વાગત્ કરાયું

સમીર પટેલ, ભરૂચ
સુરતના એક સામાન્ય ખેડૂત પરિવારના પુત્ર,સંતોષ સાંખટએ પોતાની માત્ર 100 સીસીની સ્પ્લેન્ડર બાઈક ઉપર આખું ભારત ફરી સાથે બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામ & નેપાળ પશુ પતિનાથની યાત્રા કરી ભરૂચ આવી પહોંચતા ભરૂચના જાણીતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સપના તો બધા જ જુએ છે પણ સપનાને સાકાર કરવાનું દમ બહુ જ ઓછા લોકો રાખે છે એવું જ કંઈક કર્યું છે, એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવેલા રાજુલા તાલુકાના પીપાવાવ ધામ ગામના હાલ સુરતના વતની સંતોષ સાંખટે બહુ નાની ઉંમરમાં સપનું જોયું હતું કે એણે આખું ભારત ફરવું છે અને સાથે સાથે બાર જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા પૂર્ણ કરવી છે એ સપનું એણે એની પાસે રહેલી 100 સીસીની સામાન્ય સ્પ્લેન્ડર બાઇક ઉપર પૂર્ણ કર્યું અને તે પણ ફક્ત 126 દિવસમાં કુલ 17000 હજાર કિલોમીટર ફરી અને આજના યુવાનો જે વેસ્ટન કલ્ચર તરફ વળી રહ્યા છે એમને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવવા અને સાથે સાથે “સેય નો ટુ ડ્રગ્સ “સંદેશો આપી સુરત હેમ ખેમ પાછા ફર્યા અને પોતાનું સપનું પૂર્ણ કર્યું હતું.



