આણંદ જીલ્લાના ઉમરેઠ ના એક યુવાને લાખો નુ બલુન ઉડાડી ફરાર થવાની લોક ચર્ચા:

આણંદ જીલ્લાના ઉમરેઠ ના એક યુવાને લાખો નુ બલુન ઉડાડી ફરાર થવાની લોક ચર્ચા:
એક કા ડબલ…માં ઉમરેઠ ના
યુવાનોએ લાખો ગુમાવ્યા..???
તાહિર મેમણ – આણંદ – 22/11/2025 – મળતી માહિતી મુજબ હાલ સ્થાનિક પોલીસ સ્ટેશન માં આ યુવક ના
પરિવાર દ્વારા ગમશુદા ની જાણવા જોગ અરજી કરવામા આવી હોય અને પોલીસે તપાસ હાથ ધરી હોવાની સૂત્ર અનુસાર માહિતી પ્રાપ્ત થઈ છે..!!!
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લા ના ઉમરેઠ માં એક અલગ પ્રકાર નું કૌભાંડ અને છેતરપિંડી નો બનાવ સામે આવ્યો હોવાનુ ચર્ચા રહ્યું છે.આણંદ ના ઉમરેઠ માં એક યુવક દ્વારા અમુક્ક સમય પહેલા સોના માં ઇન્વેસ્ટ કરો અને એક લાખ ના વિરાગ સામે ત્રીસ હજાર નકશા સાથે એક લાખ ત્રીસ હજાર રૂપીયા આપતો આપતો હોવાનુ સ્થાનિક જાણાવી રહ્યા છે જયારે આ યુવક દ્વારા ઉમરેઠ ના યુવાનો ને વિશ્વાસ માં સાથે લઈ અનેક યુવકો સાથે છેતરપીડી કરી હોવાનુ સૂત્ર અનુસાર માહિતી મળી છે. વધુ માં જાણવા મળેલ છે કે ઉમરેઠ માં યુવકો દ્વારા આ બોગસ વ્યક્તિ ને લાભો ની રકમમાં લાખો રૂપીયા આપ્યા હતા અને તેની સામે અમુક
પ્રકાર ના પૈકજ પણ આપવા માં આવ્યા હોવાનુ ચર્ચા રહ્યું છે. બોગસ યુવક દ્વારા લાંબા સમય સુધી ઉમરેઠ
ના યુવાનો ને તેમની રકમ પરત આપવા માં ન આવી અને આજે કાલ લઈ આજે કરી ટલ્લે ચડાવવામાં આવ્યા હતા.ત્યાર બાદ આ યુવક ઉમરેઠ માંથી ગાયબ થઈ ગયો હોવાનુ સામે આવ્યું હતું.અને તે બોગસ યુવક ના પરિવાર ધ્વારા ઉમરેઠ પોલીસ મથકે ગમશુદા ની જાણવા જોગ અરજી કરવામાં આવી હતી. હાલ સ્થાનિક
પોલીસ દ્વારા તપાસ પાછળી રહી હોવાનુ સામે આવ્યું છે. શું આ ગમશુદા વ્યક્તિ ઓવાઈ જવાનું નાટક છે કે કેમ..??




