
પ્રતિનિધિ:ઉમરેઠ
તસ્વીર: કુંજન પાટણવાડીયા
ઉમરેઠ તાલુકાના ઉંટખરી ગામે રહેતા જયપાલ દશરથભાઈ ચૌહાણ નામના યુવકે એક કિશોરી (ઉ.વ-૧૫ વર્ષ ૨ માસ)ને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. અને કિશોરીને લગ્ન કરવાનું વચન આપીને અવાર નવાર અલગ અલગ દિવસો અને સમયે કિશોરીને ઘરની નજીકમાં જ તેમજ ખેતરમાં કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું તેમજ જયપાલ કિશોરીને ગત ૨૫- ૧૦-૨૪ના રોજ વહેલી સવારે પાવાગઢ ખાતે લઈ લઈ ગયો હતો. જ્યાં બે દિવસ બાદ ગત તારીખ ૨૭-૧૦-૨૦૨૪ના રોજ સવારના અરસામાં પાવાગઢ માચી ડુંગર વિસ્તારમાં ઝાડના ઓથે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ બનાવ અંગે કિશોરીના પરિવારજનોને જાણ થતાં જ પરિવારજનો પોતાની પુત્રીને લઈને ભાલેજ પોલીસ મથક ખાતે પહોંચી ગયાં હતાં અને સમગ્ર હકીકત જણાવતાં ભાલેજ પોલીસે ઉંટખરી ગામના નરાધમ જયપાલ દશરથભાઈ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ઘરી છે.





