GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:જીઆઈડીસી આવેલી જયશ્રી કોલોનીમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૨.૮.૨૦૨૪

પંચમહાલ જીલ્લાના હાલોલ જીઆઈડીસી વિસ્તારમા આવેલી જયશ્રી કોલોનીમા રહેતા યુવાને કોઈ અગમ્ય કારણો સર પોતાના ઘરે જ ફાસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હાલોલ ટાઉન પોલીસે એડી નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલના જીઆઈડીસી વિસ્તારમા આવેલી જયશ્રી કોલોનીમા રહેતા રાજીવ કુમાર પાસવાન સફારી કંપનીમા નોકરી કરતો હતો.તેને પોતાના ઘરમા આવેલા મોભ ઉપર રુમાલ બાંધીને આત્મહત્યા કરી લીધી હતી.આ મામલે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોચી રાજીવ કુમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.આત્મહત્યા કેમ કરી એ મામલે કોઈ કારણ જાણી શકાયુ નથી.જ્યારે આ યુવાનના પરિવારમા ત્રણ બહેનો અને બે ભાઈઓ હતા.પરિવારનુ ભરણપોષણ આ મરણજનાર રાજીવ કરતો હતો.તેના મોતના પગલે પરિવારમા પણ માતમ છવાઈ ગયો હતો.હાલોલ ટાઉન પોલીસે આ મામલે ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!