AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટમાર્ગમાં RBSK ઇકો ગાડી પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો.એક યુવકનું મોત નીપજ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટમાર્ગમાં ચાલકે RBSK ઇકોગાડીનાં સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ઈકો ગાડી યુ ટર્નમાં પલટી મારી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં 22 વર્ષીય યુવકનું શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુર ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં હનવતચોંડ ગામ ખાતે રહેતા નિલેશભાઈ બસ્તરભાઈ ગાવિત છેલ્લા 15 દિવસથી આહવા ખાતે આવેલ RBSKની ગાડી ઉપર ડ્રાઇવર તરીકે કામ કરતો હતો.ત્યારે આ યુવક નિલેશભાઈ RBSK ઈકો ગાડી લઈ ડોક્ટરો સાથે સાપુતારા ગયેલ હતા.અને સાપુતારાથી પરત આહવા આવવા માટે બપોરનાં આશરે અઢી વાગ્યે નીકળ્યા હતા.તે વખતે RBSK ઇકો ગાડી નંબર GJ-30-T-1496ની ગાડી ડોક્ટર ધનરાજભાઈ દેવરે  ચલાવતા હતા,અને નિલેશભાઈ બાજુની સીટમાં બેસેલ હતા.અને પાછળની સીટ ઉપર ડોક્ટર મેડમ બેસેલ હતા.ત્યારે સાપુતારા ઘાટ ઉતરતા હતા તે વખતે યુ ટર્નના નીચે ગાડી ચલાવી રહેલ ડોક્ટર ધનરાજભાઈ દેવરેએ પુર ઝડપે ચલાવી કલીનર સાઈડમાં ફોરવ્હીલ ઇકો ગાડી પલ્ટી ખવડાવી દેતા અક્સ્માત સર્જાયો હતો.જેમા ઇકોગાડીમાં બેસેલ નિલેશભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.તેથી નિલેશને  સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સમાં ભરી ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ખાતે રાત્રીના આઠેક વાગ્યે લઈ જવામાં આવ્યા હતા.જોકે રાત્રીના સાડા અગીયારેક વાગ્યે યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ.આ અકસ્માતને પગલે યુવકના પિતાએ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.સાપુતારા પોલીસે અક્સ્માત અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!