DAHODGUJARAT

દાહોદના ગોધરા રોડ વિસ્તારમાં ગમગીની:ભોપાલના યુવકે નાના-નાનીના ઘરે લટકીને જીવન ટૂંકાવ્યું

તા.૦૨.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના ગોધરા રોડ વિસ્તારમાં ગમગીની:ભોપાલના યુવકે નાના-નાનીના ઘરે લટકીને જીવન ટૂંકાવ્યું

​દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાંથી એક અત્યંત કરુણ સમાચાર સામે આવ્યા છે. એક તરફ જ્યારે લોકો પોતાના રોજિંદા જીવનમાં વ્યસ્ત હતા, ત્યારે બીજી તરફ એક ૩૩ વર્ષીય યુવકે મોતને વહાલું કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.મૂળ ભોપાલનો રહેવાસી, ૩૩ વર્ષીય રાહુલ મટાણી.દાહોદના ગોધરા રોડ પર આવેલા નાના નાની ના ઘરે રાહુલે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે.બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, ભરજુવાનીમાં રાહુલે આવું આકરું પગલું કેમ ભર્યું? શું તે કોઈ માનસિક તણાવમાં હતો કે પછી અન્ય કોઈ કારણ હતું? તે રહસ્ય હજુ અકબંધ છે.પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. રાહુલના અંતિમ પગલા પાછળનું સાચું કારણ પોલીસ તપાસમાં જ બહાર આવશે. એક હસતા-રમતા યુવકના આવા અંતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.દાહોદના ગોધરા રોડ પર ભોપાલના ૩૩ વર્ષીય રાહુલ મટાણીએ પોતાના નાના-નાનીના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. યુવકે આત્મહત્યા કેમ કરી તે મોટો પ્રશ્ન છે? પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ત્યારે એક આશાસ્પદ યુવકના મોતના સમાચારથી વિસ્તારમાં શોકની લહેર.છવાઈ ગઈ છે અને પરિવારમાં માતમ છવાયો છે

Back to top button
error: Content is protected !!