વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર જગદગુરુ નરેન્દ્રચાર્ય મહારાજ સંસ્થાન દ્વારા ભારતભરમાં 4 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.જેના ભાગ રૂપે આજે ગિરિમથક સાપુતારાનાં સાઈ મંદિરે શ્રી સંપ્રદાય ડાંગ જગતગુરુ નરેન્દ્રાચાર્ય મહારાજ સંસ્થાન દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં 200 યુનિટ રક્તદાન થયુ હતુ.સાપુતારા સહીત ડાંગ જિલ્લાનાં અનેક ગામોમાંથી રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા.સાપુતારાને અડીને આવેલા મહારાષ્ટ્ર રાજ્યની હદમાં આવેલા ગામડાઓમાંથી પણ સ્વામીજીનાં ભક્તો રક્તદાન કરવા સ્વયંભુ ઉમટી પડ્યા હતા સાપુતારા ખાતેના રહેવાસીઓ તમામ ધર્મ જ્ઞાતિનાં લોકોએ પણ રક્તદાન કર્યું હતુ.આ રક્તદાન શિબિરમાં મહિલાઓએ પણ રક્તદાન કરી ઉમદાકાર્ય કર્યું હતુ..