GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં એઆરટી સેન્ટર ખાતે એચઆઇવી/એઇડ્સ ગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

 

MORBI:મોરબીમાં એઆરટી સેન્ટર ખાતે એચઆઇવી/એઇડ્સ ગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

 

 

આરડીએનપી પ્લસ દ્વારા દાતાના સહયોગથી એચઆઇવી ગ્રસ્ત બાળકોના કલ્યાણની કામગીરી

મોરબીમાં સિવિલ હોસ્પિટલમાં કાર્યરત એ.આર.ટી. સેન્ટર ખાતે આર.એન.ડી.પી. પ્લસ (રાજકોટ ડિસ્ટ્રીક્ટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઇવી) દ્વારા દાતાના સહયોગ થકી એચઆઇવી એઇડ્સ અસરગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આર.એન.ડી.પી. પ્લસ દ્વારા HIV ગ્રસ્ત બાળકોના લાભાર્થે અનેક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ બાળકોના શિક્ષણમાં આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી મોરબીના સિમ્બોલો ફાઉન્ડેશનના સહયોગથી ગત ૧૪ જૂનના રોજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણની સાથે સરકારી યોજનાઓ, સ્કોલરશીપ અને તબીબી સહાય સહિત અંગે વિગતે માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષકશ્રી ડો. પી.કે. દુધરેજીયા, જિલ્લા ક્ષય અધિકારીશ્રી ધનસુખ અજાણા, આર.એન.ડી.પી. પ્લસના પ્રમુખશ્રી જગદીશભાઈ તથા અન્ય બોર્ડ મેમ્બર્સ, એઆરટી સેન્ટરના મેડિકલ ઓફિસરશ્રી દિશાબેન અને સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!