
કેશોદ ના અજાબ ગામે સોમનાથ થી ગાંધીનગર સુધી ની કિશાન બચાવો યાત્રા આવી પહોંચી હતી આ તકે ઢોલના તાલ સાથે આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રમુખ ઈશુદાન ગઢવી તથા પ્રવીણભાઈ રામ તથા મનોજ સોરઠીયા અને પિયુષ પરમારનું કુમારિકા દ્વારા કુમકુમ તિલક કરી ને વાજતે ગાજતે સામૈયા સ્વરૂપે સ્વાગત કર્યું બાદ માં પાટીદાર સમાજ ખાતે એક ભવ્ય કિશાન સ્વમાન સભાનું આયોજન કરવામાં આવ્યું હાલ ખેતી ની ફુલ સિઝન હોય વાતાવરણ પણ ડામાડોળ હોય માવઠા ની આગાહી વચ્ચે ખેડૂતો પોતાની ખેતી ની સિઝન વચ્ચે પણ ખેડૂત ના હિત ની વાત લય ને આવેલા આમ આદમી પાર્ટી ના નેતા ઓને ખુલ્લું સમર્થન આ જન સભામાં જોવા મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું આમ આદમી ના જીલ્લા પ્રભારી હરીભાઈ દેલવાડિયા તાલુકાના નિલેષભાઇ અધેરા, મનોજભાઈ બાબરીયા, અક્ષય અધેરા વગેરે આગેવાનોએ હાજરી આપેલ કાર્યક્રમ નું સફળ સંચાલન જયેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





