અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસના નવા પ્રમુખની વરણી કરાઈ ,અરુણ પટેલ ને બનાવાયા કોંગ્રેસના પ્રમુખ

અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસના નવા પ્રમુખની વરણી કરાઈ ,અરુણ પટેલ ને બનાવાયા કોંગ્રેસના પ્રમુખ
સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા જિલ્લા અને શહેરમા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે ત્યારે ગુજરાતની અંદર કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા ફરી એકવાર કોંગ્રેસે પ્રમુખ તરીકે નવીન ચહેરાની પસંદગી કરી છે. ત્યારે અરવલ્લી જિલ્લાની અંદર પણ કોંગ્રેસ સમિતિ દ્વારા નવીન કોંગ્રેસ પ્રમુખની વરણી કરવામાં આવી છે જેમાં અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસના પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી જેની અંદર પ્રમુખ તરીકે અરૂણભાઇ પટેલની વર્ણી કરાઈ છે રાહુલ ગાંધીએ સંગઠનની સુજન અભિયાનની અરવલ્લી થી શરૂઆત કરી હતી ને ખાસ કરીને જે પ્રકારે અરવલ્લીના પ્રવાસની શરૂઆતમાં જ તેમને યોગ્ય ચહેરાની પ્રમુખ તરીકે સ્થાન મળે તે માટેનું મનોમંથન કર્યું હતું અરુણ પટેલ જેવો અગાઉ પ્રદેશ મહામંત્રી અને વિરોધ પક્ષના નેતા તરીકે પણ ફરજ બજાવી ચૂકેલા છે શાસક પક્ષ સામે જિલ્લાના પ્રશ્નો અંગે કડક રજૂઆત કરશે તેમ અરુણ પટેલે જણાવ્યું હતું સાથે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને આગેવાનો સાથે ફરી જીવંત કરાશે તે પણ એક માહિતી આપી હતી. આમ અરવલ્લી જિલ્લાની અંદર નવીન કોંગ્રેસ પ્રમુખની વરણી થતા કાર્યકરોની અંદર ઉત્સાહ જોવા મળ્યો હતો




