GUJARATMAHISAGARSANTRAMPUR

*AAP મહીસાગર જિલ્લા સંગઠને અમેરિકા સાથે થયેલ ટ્રેડ ડીલ મુદ્દે કલેક્ટર ને સોંપ્યું આવેદનપત્ર*

*અમેરિકા સાથેની ટ્રેડ ડીલના વિરોધમાં આમ આદમી પાર્ટીએ કલેક્ટર મારફતે રાજ્યપાલશ્રીને સોંપ્યું આવેદનપત્ર*

રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર…

*AAP મહીસાગર જિલ્લા સંગઠને અમેરિકા સાથે થયેલ ટ્રેડ ડીલ મુદ્દે સોંપ્યું આવેદનપત્ર*

*ખેડૂતો, પશુપાલકો અને ઉદ્યોગોના હિતોને જોખમમાં મૂકે તેવી ટ્રેડ ડીલ રદ્દ કરવાની માંગ: AAP*

 

*અમેરિકાની પ્રોડક્ટને 0% ઇમ્પોર્ટ ડ્યુટી કરવાનો નિર્ણય દેશના પશુપાલકો માટે ઘાતક: AAP*

*ટેક્સટાઈલ અને કપાસ ખેડૂત પર આર્થિક સંકટનું વાદળ: AAP*

*ટ્રેડ ડીલ રદ્દ ન થાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચેતવણી: AAP*

*મહીસાગર – લુણાવાડા/ ગુજરાત*

અમેરિકા – ભારત ટ્રેડ ડીલથી ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને પારાવાર નુકસાન થવાની ભીતિ છે. આમ આદમી પાર્ટી અમેરિકા સાથેની ખેડૂતો, પશુપાલકો અને જનવિરોધી ટ્રેડ ડીલનો સખત વિરોધ કરે છે. આ સંદર્ભે આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ જિલ્લામાં કલેક્ટરના માધ્યમથી રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું હતું. મહીસાગર જિલ્લા સંગઠન દ્વારા પણ કલેકટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું અને આ દરમિયાન આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી બાબુભાઈ ડામોર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ આવેદનપત્રમાં આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી અમેરિકા સાથેની ટ્રેડ ડીલ દેશના સાર્વભૌમત્વ, આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઉભો કરે છે. આ ડીલ દ્વારા ખેતી, પશુપાલન, ટેક્સટાઈલ, હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રોનું ભવિષ્ય જોખમમાં મૂકવામાં આવ્યું છે. ડેરી ઉત્પાદનોને ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે ભારતમાં આયાત કરવાની છૂટ આપવામાં આવે તો તે ભારતના પશુપાલકો માટે ઘાતક સાબિત થઈ શકે છે.

આમ આદમી પાર્ટીએ વધુમાં જણાવ્યું હતું કે, જો અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને ભારતના બજારમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે અને બીજી તરફ ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં ડ્યુટી લાગુ રહેશે, તો ટેક્સટાઈલ ઉદ્યોગ સહિતના ક્ષેત્રો પર ગંભીર અસર પડશે. ટેક્સટાઈલ ઉદ્યોગ ન ટકે તો કપાસની ખેતી પણ અસરગ્રસ્ત થશે, જે ખેડૂતો માટે આર્થિક સંકટ સર્જી શકે છે. ભારત સરકાર ટ્રેડ ડીલની તમામ વિગતો પારદર્શક રીતે જાહેર કરી રહી નથી, જ્યારે અમેરિકાના કૃષિ મંત્રીએ ખુલ્લેઆમ નિવેદન આપ્યું છે કે અમેરિકન ખેડૂતો અને પશુપાલકો માટે વિશાળ ભારતીય બજાર ખોલવામાં આવ્યું છે. આ બાબતનો આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરે છે અને આ ટ્રેડ ડીલને રદ્દ કરવાની માંગણી કરે છે.

જો આ ડીલ રદ ન થઈ તો, આમ આદમી પાર્ટી એક જવાબદાર રાષ્ટ્રીય પક્ષ તરીકે તેઓ આ ટ્રેડ ડીલના સંભવિત નુકસાન અંગે જનતાને માહિતગાર કરશે અને દેશના ખેડૂતો, પશુપાલકો અને ઉદ્યોગોને બચાવવા માટે રાજ્યવ્યાપી કાર્યક્રમો અને આંદોલન કરશે. દેશના સાર્વભૌમ હિતોને ગીરવે મૂકવા જેવા કોઈપણ પગલાં સામે લોકમત ઊભું કરવામાં આવશે અને ખેડૂતોના હિતોની રક્ષા માટે મજબૂત લડત લડવામાં આવશે, જે આપને વિદિત થાય.

Back to top button
error: Content is protected !!