
તિલકવાડાના ગેગડિયા ત્રણ રસ્તા પાસે હાઈવ ચાલકે મોટરસાયકલ ચાલકને ટક્કર મારતા સર્જાયો ગંભીર અકસ્માત
મોટરસાયકલ ચાલક યુવકનું ઘટના સ્થર પર થયું કરુણ મોત
વસિમ મેમણ / તિલકવાડા
પ્રાપ્ત વિગત અનુસાર આજ રોજ તિલકવાડા તાલુકાના ગેગડીયા ત્રણ રસ્તા પાસે હાયવા ચાલકે મોટર સાયકલ ચાલકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલાક યુવકનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
ઉલ્લેખનીય નર્મદા જિલ્લા ના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ દૂર દૂરથી પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે ત્યારે દિવસ ને દિવસે ટ્રાફિકમાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે ઘણીવાર અકસ્માતની ઘટનાઓ પર સામે આવતી હોય છે અવિજ એક ઘટના આજે ગેંગડીયા ત્રણ રસ્તા પાસે બની છે જેમાં મોટરસાયકલ ચાલકને હાઇવા ચાલક ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો છે આ ઘટનાની વિગતે વાત કરીએ તો તિલકવાડા તાલુકાના પૂછપુરા ગામના 50 વર્ષીય યુવક રમણભાઈ રણછોડભાઈ બારીયા પોતાની મોટરસાયકલ ગાડી લઈને બાળકોને સાવલી ગામે સ્કૂલમાં મૂકવા માટે ગયા હતા અને સ્કૂલમાં બાળકોને મૂકી પરત ફરતા સમયે ગેગડીયા ત્રણ રસ્તા પાસે આવતા અચાનક એક હાઇવા ચાલકે મોટરસાયકલ ને ટક્કર મારતા રમણભાઈ બારીયા નું ઘટના સ્થળ પર કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે યુવકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે ઘટનાની જાણ થતા જ તિલકવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ લેટા પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને યુવકના મૃતદેહ ને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે



