
પટેલ બ્રિજેશકુમાર, નેત્રંગ
લોક્સભામાં રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં હિંદુ સમાજ વિશે કરેલી ટીપ્પણીને લઈને દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. ત્યારે કેટલાક લોકો દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ કોર્ટમાં તેમજ પોલીસમાં ફરિયાદ આપવામાં આવી રહી છે.આ સંદર્ભમાં ભરૂચના નેત્રંગ પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરવામાં આવી છે. એડવોકેટ સ્નેહલ પટેલે લેખિતમાં અરજી કરી રાહુલ ગાંધીએ 120 કરોડ હિંદુઓની માફી માંગે અને તેમના વિરુધ્ધ કડક કાર્યવાહી થાય તથા કાયદેસરનો ગુનો નોંધવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.



