BODELICHHOTA UDAIPURGUJARAT

કવાંટ બ્રિજના ગાબડાથી ટ્રાફિક ઠપ AAPએ રામધૂન સાથે સરકારને ઘેર્યા

કવાંટ નજીક આવેલો મુખ્ય માર્ગ પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો. આજે અચાનક બ્રિજનો ભાગ ગાબડું પડી જતા માર્ગ પરથી આવતા-જતા વાહનચાલકોમાં ભય અને મૂંઝવણ ફેલાઈ હતી. બ્રિજ જોખમી બનતા આ મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે આ ઘટનાને લઇ આમ આદમી પાર્ટીના રાધિકા રાઠવા પોતાના કાર્યકરો સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાધિકા રાઠવા અને કાર્યકરોએ બ્રિજ પર જ ચક્કાજામ કરતા વાહન વ્યવહાર થોડી ક્ષણો માટે બંધ થયો હતો સ્થળ પર પહોંચીને રાધિકા રાઠવાએ સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે
“ગંભીરા બ્રિજ જેવી ઘટના ફરી બને તો તેની જવાબદારી કોણ લેશે?”કાર્યકરોએ બ્રિજ પર રામધૂન બોલાવી, તેમજ ‘ભાજપ સરકાર હાય હાય’ ના નારા લગાવી સરકારના માર્ગ અને મકાન વિભાગની બેદરકારી પર સવાલ ઉઠાવ્યા હતા.
બ્રિજની હાલત અત્યંત ખરાબ હોવાની જાણ થતા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, તેમજ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. અધિકારીઓએ બ્રિજનું નિરીક્ષણ કરી, શક્ય તેટલી ઝડપી ગતિએ સમારકામ શરૂ કરવાની ખાતરી પણ આપી છે જાહેર જનતા અને દૈનિક મુસાફરો માટે આ બ્રિજ અત્યંત મહત્વનો હોવાથી, લોકોમાં આશા વ્યક્ત થઇ રહી છે કે વિભાગ તાત્કાલિક પગલા લઇ બ્રિજનું સમારકામ કરે અને કોઈ અનિચ્છનીય ઘટના બનતા અટકાવે.
રિપોર્ટર : તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!