
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : 2025માં અભયમ 181 મહિલા હેલ્પ લાઇન 2096 પીડિત મહિલાઓની મદદે
ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ અને ગૃહ વિભાગના સંકલનમાં ઇ. એમ. આર. આઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા કાર્યરત અભયમ 181 મહિલા હેલ્પ લાઇન ગુજરાતની પીડીત મહિલાઓ, યુવતીઓ અને સગીરાઓ માટે આશીર્વાદ રુપ બની રહી છે પીડિતાઓને શારિરીક,માનસિક, જાતીય સતામણી કે ઘરેલુ હિંસા સહિતની હેરાનગતીમાં અસરકારક કાઉન્સિલિંગ કરી સરકારી તંત્રની એજન્સીઓ સાથે સંકલન કરી મદદ અને માર્ગદર્શન આપી અનેકના જીવ બચવવામાં સફળ રહી છે અભયમ 181 હેલ્પ લાઈન મહિલાઓ, યુવતીઓ અને વિદ્યાર્થીનીઓ માટે એક સાચી સહેલી બની રહી છે
અરવલ્લી જીલ્લામાં જાન્યુઆરી 2025 થી ડિસેમ્બર 2025 સુધી 181 અભયમ હેલ્પલાઈનને 2096 જરૂરિયાત મંદ મહિલાઓ અને પીડિતાઓના કોલ મળતા અરવલ્લી જીલ્લા 181 અભયમની ટીમ તાબડતોડ સ્થળ પર પહોંચી 471 કિસ્સાઓમાં અભયમ રેસક્યું વાન ડિસ્પેચ, સમાધાન 255 અને 196 મહિલાઓને બચાવ એજન્સીઓ રિફર કરવામાં આવ્યા હતા. કસ્ટડીના 66, ઘરેલુ હિંસાના 953 લગ્ન જીવનના વિખવાદો 90, જનરલ માહિતી અને સરકારી મહિલાલક્ષી યોજનાનો ની પ્રાથમિક માહિતીના 73, શારીરિક, માનસીક, જાતીય હેરાનગતીના 381, પરીવાર છોડેલ 57, અન્ય સબંધો ના 41, કાયદાકીય માર્ગદર્શન 68, બીનજરૂરી કોલ મેસેજ થી હેરાન ગતિ નાં 20 અને અન્ય મહિલા લક્ષી પ્રશ્નોના 284 જેટલા કોલ આવ્યાં હતાં. વર્ષ દરમિયાન જીલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, નારી સંરક્ષણ ગૃહ, ઓ.એસ.સી, પી.બી.એસ.સી, આશ્રય ગૃહ અને સ્થાનિક સંસ્થાઓ અને કાર્યકરો તરફથી નોંધપાત્ર સહાયોગ મળી રહ્યો હતો અરવલ્લી 181 અભયમ ટીમ દ્વારા લગ્નજીવન અને લગ્ન બહાર ના સબંધો, ઘરેલું હિંસા, શારીરિક માનસીક અને જાતિય સતામણી અને બીનજરૂરી કોલ મેસેજથી હેરાન થતા મહિલાઓ , યુવતીઓ અને વિદ્યાર્થીનીઓના જીવનમાં આવેલ આપદામાં મદદ, માર્ગદર્શન અને બચાવ દ્વારા મહિલા સલામતી, શાંતિ અને પારીવારીક, સામ




