GODHARAGUJARATPANCHMAHAL

માનસિક રીતે અસ્વસ્થ ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતી અભયમ ગોધરા

 

ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નજીકના વિસ્તારમાંથી એક જાગૃત વ્યક્તિ દ્વારા 181 મહિલા હે્પલાઇન પર કોલ આવતા જણાવેલ કે તેમના ગામની નજીક રસ્તા પર એક અજાણી મહિલા મળી આવેલ છે મહિલા સાથે વાતચીત કરતા તે થોડા માનસિક રીતે અસ્વસ્થ લાગે છે અને ઘરે જવાનો રસ્તો ભૂલી ગયા હોય તેમ જણાવે છે રાત્રિનો સમય થયેલ અને મહિલા આ રીતે રસ્તા પર એકલા ઠંડીમાં બેસી રહ્યા હોવાથી તેમના દ્વારા 181 મહિલા હેલપલાઇન પર કોલ કરી જાણ કરવામાં આવેલ.

કોલ આવતા ગોધરા અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પૂછપરછ કરતા તે નાગરિક દ્વારા જણાવેલ કે આ મહિલા રસ્તા પર બેસી રહ્યા હતાં. ઠંડી ના માહોલમાં એકલા રાત્રીના સમયે બેઠેલા હોવાથી તેમના દ્વારા મહિલાની ની પૂછપરછ કરી તો તેમના વર્તન પરથી તેઓ થોડા માનસિક રીતે અસ્વસ્થ હોય અને સરખો જવાબ ન આપતા હોય તેમ જ રસ્તો ભૂલી ગયા હોય તેમ લાગ્યું હોવાથી તેમણે 181 મહિલા હેલપલાઇન પર કોલ કર્યો હતો. 181 અભયમ ટીમ દ્વારા મહિલાનું કાઉન્સિલિંગ કરી પૂછપરછ કરતા તેમને તેમનું નામ સરનામુ શહેરા તાલુકાના નજીકના વિસ્તારમાં જણાવ્યું. 181 ટીમ દ્વારા તેમનાં જનાવેલ સરનામા પર જઈ પુછપરછ કરતા પૂરું સરનામું મેળવી મહિલાને સહીસલામત તેમનાં ઘરે તેમનાં ભાઈ અને ભાભી ને સોંપેલ. તેમજ 181 ટીમ દ્વારા તેમની સેફ્ટી માટે અને અને એકલા આ રીતે ઘરની બહાર નીકળી ન જાય તે બાબતે સાવચેતી રાખવા સમજ આપી માનસિક રોગનાં નિષ્ણાત પાસે જઈ સારવાર કરાવવા સમજ આપી. પોતાની બહેનને સહીસલામત ઘરે પહોચાડવા બદલ મહિલાના ભાઈ ભાભી એ 181 ટીમ નો આભાર વ્યક્ત કર્યો. આમ ગોધરા અભયમ ટીમ દ્વાર મહિલાનું નું પરિવાર સાથે મિલન કરાવી મદદ પહોચાડેલ.

Back to top button
error: Content is protected !!