
તા.૨૯.૧૦.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:ગરબાડા તાલુકાના વજેલાવ ગામ માં યુનિસેફ અને SSE ઇન્ડીયા ના સહયોગ થી એસ્પાયર પ્રોગ્રામ અંતર્ગત બાલિકા પંચાયતની બાલિકાઓ અને અન્ય બાલિકાઓ જોડે કાર્યક્રમ રાખવામાં આવ્યો.
જેમાં ૧૮૧ અભયમ ના કાઉન્સેલર કોમલબેન એ કિશોરીઓને ૧૮૧ વિશે માહિતગાર કરેલ.જેમાં જાતીય સતામણી,ઘરેલુ હિંસા ,છેડતી , ટેલીફોનીક દ્વારા હેરાનગતિ અને બ્લેકમેન વગેરે ટોપિક્સ પર ચર્ચા કરી સમજાવેલ .DC રાજેશભાઈ મોહનીયા અને ગામ ના સરપંચ શ્રી સુભાષભાઈ ,પણ હાજર રહી ને કિશોરીઓ ને વ્હાલી દીકરી યોજના, પાલક માતા પિતા યોજના,વિધવા સહાય યોજના તેમજ મહિલા ના વિશેષ અધિકાર તેમજ પોતાના રક્ષણ માટે કેવા પગલાં લઇ શકાય, અને તેના દ્વારા કોને સંપર્ક કરી મદદ મેળવી શકાય તેની માહિતી આપવામાં આવી. અને ગરબાડાની ARC ની ટીમ દ્વારા બાલિકા પંચાયત ની બાલિકા જોડે હેર સ્ટાઇલ ( વાળ ગુથણ) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. અને તેની અંદર દરેક બાલિકા પંચાયત ની બાલિકાઓ તેમજ અન્ય બાલિકાઓ એ ભાગ લીધો. આ સ્પર્ધા માં ૧.૨.૩ નંબર પણ આપવામાં આવ્યા. ત્યાં તેમણે ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું. ત્યાર બાદ દરેક બાલિકાઓ જોડે ૧૦૯૮,નામો લક્ષ્મી યોજના, સારો સ્પર્શ ખરાબ સ્પર્શ વિશે પણ ચર્ચા કરી. દરેક કિશોરીઓ પોતાના હક અને કાયદા વિશે જાણી અને રક્ષણ માટે લડી શકે તેમજ બાલિકા પંચાયત ને સક્ષમ બનાવવા અને તેમના કૌશલ્ય ને ઉપર લાવવા માટે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. અને ARC સેન્ટર ગરબાડા વિશે માહિતી આપી. કિશોરીઓ ને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તે ત્યાં આવી નિરાકરણ મેળવી શકે




