
તા. ૦૮. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી ની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી કાર્યરત છે જેમાં નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલીમ વર્ગના સંચાલક દિલીપકુમાર એચ મકવાણાએ વિશ્વ આદિવાસી દિવસનું મૂળ હેતુ સમજાવતા પ્રકૃતિના રક્ષણ માટે આદિવાસીઓનું મહત્વ સમજાવતા જળ, જંગલ અને જમીનનું રક્ષણ કરવામાં તેમજ ભારત દેશની આઝાદી માટે કરેલા કાર્યો માટે તેમજ વિદ્યાર્થીઓને પોતાની સંસ્કૃતિ સાથે જોડાઈ રહેવા પ્રેરણા આપી હતી. આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે વિશ્વ આદિવાસી દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપના સભ્યો અશ્વિનભાઈ સંગાડા, રાજુભાઈ મકવાણા તથા અન્ય મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર મકવાણાએ વિશ્વ આદિવાસી દિવસની તમામને શુભેચ્છા પાઠવી હતી





