બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ
પત્રકાર પ્રતિનિધિ
ભરુચ નેત્રંગ: SRF ફાઉન્ડેશન ગ્રામીણ ભારતના વિધાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. ગ્રામીણ શિક્ષણ કાર્યક્રમ (REP)અંતર્ગત્ શાળાઓના ભૌતિક પિરવર્તનમાટે કામ કરે છે, મુખ્ય શિક્ષકના નેતૃત્વ કાર્યક્રમ,શિક્ષકના ક્ષમતા નિર્માણ કાર્યક્રમ,શૈક્ષિણક સંવર્ધન કાર્યક્રમ, સહ-અભ્યાસિક પ્રવૃતિઓ તથા કાર્યાત્મક વિજ્ઞાન અને કોમ્પ્યુટર લેબનું નિર્માણ,સમુદાય જોડાણ અને સ્થાનિક સરકારી સંસ્થાઓ સાથે રહીને કામ કરે છે.
ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ બેઠકો સમુદાયોને સશક્ત બનાવવા, સામાજિક-આર્થિક પરિસ્થિતિઓ સુધારવા અને સામાજિક સમાવેશને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ છે. આ બેઠકો શિક્ષણ નીતિઓ પર ચર્ચા કરવા, આદિવાસી બાળકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોનો સામનો કરવા અને ગુણવત્તાયુક્ત શિક્ષણની પહોંચ સુધારવા માટે અસરકારક હસ્તક્ષેપો અમલમાં મૂકવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડી લોકોમા જાગ્રુતા લાવાનુ ઉમ્દા કાર્ય કરી રહી છે અને આ પ્રયાસને ચાલુ રાખવા માટે, SRF ફાઉન્ડેશન, માટે મે-2025 થી જુન -2025 દરમિયાન નેત્રંગ તાલુકાની 18 શાળાઓ અને 37 આંગનવાડી કેંદ્રોને અને 16 ગામોને વધુ સ્શકત બનાવા અને ગામ અને સમુદાયમા પોતિકાપણની ભાવના કેળવાઇ અને જ્વાબદારી સમજી શાળા અને આંગનવાડીના વિકાસમા સહ્ભાગી થાય અને ગામની આદર્શ આંગનવાડી અને શાળાનુ નિર્માણ થાય એ હેતુ થી નેત્રંગ તાલુકાના 18 ગામોમા પંચાયત, ગામના લોકો, શાળા પરિવાર, અને આંગનવાડી કર્યકર બેહેનો અને સાથે SRF ફાઉન્ડેશન ના સહયોગથી સમુદાય મિટિંગનુ આયોજન કરવામા આવ્યુ છે. અત્યારસુધીમા કુલ 11 ગામોમા સમુદાય મિટિંગ પુર્ણ કરી છે જેમ્કે ઉમરખાડા,મોટમાલપોર, વિજયનગર, મોરિયાણા,ખારેથા, મોટેજાબુડા, હાથકુંડી, રજવાડી, જુના નેત્રંગ, કાંટીપાડા અને પંચસિમ ગામમા સમુદાય બેઠકોનુ અને વિકસ ના અયોજન કરવામા આવ્યુ છે જે કામ બાકી રહેલ ગામોમા પણ હાથ ધરવામા આવશે. આ મીટિંગ માં ગામના લોકોને સાપસીડી ની રમત વડે બાળકો માટે અને ખાસ કરીને ગામની શાળા અને આંગણવાડી માટે શું જબાવદારી છે તેના અંગે ચર્ચા કરવામાં આવી હતી ગામ ના લોકોની શાળા વિકાસમાં સહભાગીદારી વધારવાની પણ વાત કરવામાં આવી હતી . સાથે એક વૃક્ષ ના ઉદાહરણ દ્વારા જેમ વૃક્ષ ને હવા,પાણી,ખાતર,સુર્યપ્રકાસ,જમીન જરૂરી હોય તેમ ગામની શાળા અને આંગણવાડીના વિકાસ માટે પણ સરપંચ,બાળકોના માતા-પિતા,ગામના લોકો ,શિક્ષકો ,શાળા ની એસ એમ સી ,અને સ્થાનિક સંસ્થા ખૂબ જરૂરી છે .
અંતે શાળાની આ મીટિંગમાં ચર્ચા કરીને એક યાદી બનાવી જે કામો આવનાર વર્ષોમાં શાળા અને આંગણવાડીમાં આયોજન કરવાનું છે અને આ કામને પૂર્ણ કરવા માટે એસ આર એફ ફાઉન્ડેસન , ગામના લોકોનો સહકાર અને સાથે સરકારી યોજનાઓનો લાભ લઈને આ કામોને પૂર્ણ કારવામાં જવાબદારી લેશે તેના અંગે પણ ચર્ચા કરવામાં આવી . સરપંચ દ્વારા આંગણવાડીના મકાનનું બાંધકામ , બાઉન્ટરી વોલ નું કલરકામ અને એમ ડી એમ ના મકાનનાં કામની જવાબદારી લીધી હતી.તેમજ શાળાના આચાર્ય દ્વારા સ્કૂલ કેમ્પસ ગાર્ડન માટે કેટલાક સાધનો,બાળકો માટે ચંપલ સ્ટેન્ડ,પેનડ્રાઈવ ,પાણીના જગ જેવી વ્યવસ્થા પૂરી પાડવાની જવાબદારી લીધી હતી.
શાળા પરિવાર અને એસ આર ઍફ ફાઉન્ડેસન દ્વારા ગામ મુખ્ય વ્યક્તિ જે શિક્શ્ણ ખુબ ઉમદા કાર્ય બદલ સન્માન કરવામા આવ્યુ હ્તુ.