તા.૦૨.૧૦.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના વાંદરીયા ગામમાંથી રેસ્ક્યુ કરી મનોરોગી વૃદ્ધા ને પરીવાર પાસે પહોચાડતા અભયમ દાહોદ
આજરોજ દાહોદ શહેર નજીકના વિસ્તારમાંથી ગામના જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને જણાવેલ કે એક આશરે 72 વર્ષીય બા બિનવારસી હાલતમાં મળી આવેલ છે તેમ જણાવતા 181 અભયમ મહિલા હેલ્પલાઇન દાહોદ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ 72 વર્ષીય વૃદ્ધ બાને સાંત્વના આપી વાતચીત કરતાં આ માજીને અભયમ ટીમ પર વિશ્વાસ આવતાં તેઓએ ફક્ત પોતાના ગામનું નામ જણાવતા ટીમ દ્વારા આજુબાજુના સરપંચનો સંપર્ક નંબર મીડિયાના માધ્યમથી મેળવી તેઓ પાસેથી આ વૃદ્ધ બા ના ગામનો સંપર્ક નંબર ટેલિફોનીક વાત કરીને મેળવેલ અને સરપંચ જોડે ટેલિફોનીક વાતચીત કરી બાનો ફોટો વોટ્સએપ મારફતે મોકલી આપેલ જેથી સરપંચ ઓળખી જતા ટીમને જણાવેલ કે તેઓ મારા ગામના જ છે અને માનસિક અસ્થિર હોવાના કારણે વારવાર ઘરેથી નીકળી જાય છે તેમ જણાવતા ટીમ દ્વારા આ બાને ગાડીમાં બેસાડી તેઓના ઘરે લઈ ગયેલ ત્યાં તેમના પરિવારને મળી ટીમ દ્વારા તેઓ જોડે વાતચીત કરતાં જાણવા મળેલ કે તેઓના પતિ હાલ ગુજરી ગયેલ હોય ત્યારથી તેઓની યાદમાં પતિને શોધવા ચિંતામાં વારવાર ઘરેથી નીકળી જાય છે તેમ જણાવતા ટીમ દ્વારા તેઓનું ધ્યાન રાખવા જણાવેલ અને આધાર પુરાવાની ખરાઇ કરી પરિવારને સહી સલામત સોંપતા પરિવાર દ્વારા અભયમ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે