DAHODGUJARATLIMKHEDA

લીમખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી અજાણી મહિલાને સુરક્ષિત આશ્રય અપાવતા અભયમ લીમખેડા મદદે

તા.૩૧.૦૮.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda :લીમખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી અજાણી મહિલાને સુરક્ષિત આશ્રય અપાવતા અભયમ લીમખેડા મદદે

લીમખેડા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાંથી એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જણાવેલ કે એક અજાણી મહિલા મળી આવેલ છે આ મહિલા હાઇવે રોડ બાજુથી ચાલતા ચાલતા આવેલ છે અને એક ઘરની પાસે બેઠા છે જેવો પોતાનું નામ કે સરનામું જણાવતા નથી તેમ જણાવેલ જેઓ ને મદદરૂપ બનવા 181 ટીમ સ્થળ પર પહોંચી અને પીડિતાને સાંત્વના આપી તેમની સાથે વાતચીત કરતા પોતાના નામ સરનામું અલગ અલગ જણાવતા હતા અને તેવો થોડા માનસિક અસ્થિર હોય તેમ જણાતા હતા ત્યારબાદ ત્યાના સ્થાનિક લોકોએ જણાવેલ કે રાત્રીનો સમય હોવાથી આ બેનને અહીં બેસાડ્યા હતા જેથી પીડિતા ને હાલ તેમની સુરક્ષા અને આશ્રય ની જરૂર જણાતા 181 ટીમ દ્વારા આ મહિલા ને ઓ.એસ.સી દાહોદ ખાતે આશ્રય અપાવેલ છે

Back to top button
error: Content is protected !!