હાલોલના જ્યોતિ સર્કલથી યાત્રાધામ પાવાગઢ તરફ જતાં પદયાત્રાના માર્ગ પર સ્વચ્છતાનું જાતે સ્થળ નિરિક્ષણ કરતા જિલ્લા કલેકટર આશિષકુમાર
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૫.૯.૨૦૨૪
પંચમહાલ જિલ્લા કલેકટર આશિષકુમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે વિવિધ સ્થળોએ અનેકવિધ સ્વચ્છતાલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.જે અન્વયે આગામી નવરાત્રીના પાવન અવસરે જિલ્લાના હાલોલ ખાતે આવેલા પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે હજારોની સંખ્યામાં ભક્તો અને યાત્રીઓ પદયાત્રા કરીને દર્શનાર્થે આવવાના હોઇ તે બાબતને ધ્યાને લઈ પદયાત્રાના માર્ગ પર સ્વચ્છતા જળવાય અને યાત્રીઓને કોઇ અગવડતા ના થાય તે અંગે જિલ્લા કલેક્ટર આશિષકુમાર દ્વારા જાત નિરિક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.સ્વચ્છતા હી સેવા અંતર્ગત હાથ ધરવામાં આવેલા માર્ગ સ્વચ્છતા નિરિક્ષણ દરમિયાન હાલોલના જ્યોતિ સર્કલથી ટીંબી ચોકડી સુધીના પદયાત્રા માર્ગ પર વરસાદ કે અન્ય કારણસર કોઇ ગંદકી ફેલાયેલ છે કે કેમ તેનું જાતે નિરિક્ષણ કરી જિલ્લા કલેકટર આશિષકુમાર એ માર્ગ પર સ્વચ્છતા સબંધિત તમામ માપદંડ જળવાય તથા પાવાગઢ પગપાળા આવતા યાત્રીઓને આ માર્ગ પર કોઇ અગવડતા ના થાય તે બાબતે પદયાત્રાના માર્ગ અને ફૂટપાથ પરના દબાણો તેમજ દબાણોને કારણે થયેલ કચરાને તાત્કાલિક દુર કરી સ્વચ્છતા જળવાય તે સુનિશ્ચિત કરવા તમામ સબંધિત વિભાગના અધિકારીઓને સૂચન કર્યા હતાં.આ દરમિયાન હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વીઠાની ,હાલોલ નગરપાલિકા ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સહિત સબંધિત વિભાગના અધિકારીઓ જોડાયા હતાં.