BHARUCHGUJARAT

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે પ્રથમ દીને ૧૦ જેટલા ઉમેદવારીપત્રો ઉપાડાયા…

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે પ્રથમ દીને ૧૦ જેટલા ઉમેદવારીપત્રો ઉપાડાયા…

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૨/૦૪/૨૦૨૪

 

ભરૂચ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ભારતનાં ચૂંટણી પંચ તરફથી ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તે માટેના ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી, ૨૨-ભરૂચ સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર- ભરૂચ જિલ્લા સેવા સદન( કલેકટર કચેરી ) પ્રથમ માળ, કણબીવગા, ભરૂચ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, ભરૂચને જિલ્લા સેવાસદન ( પ્રાંત કચેરી ) ત્રીજો માળ, કણબીવગા, ભરૂચ ખાતેથી તારીખ : આજ થી ૧૯ એપ્રિલ ૨૦૨૪ સુધી બપોરના ૩-૦૦ કલાકથી મોડા નહીં એ રીતે (જાહેર રજાના દિવસ સિવાય ) સવારના ૧૧-૦૦ વાગ્યાથી બપોરના ૩-૦૦ વાગ્યા સુધીમાં ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મુકનાર કોઈ એક વ્યક્તિ દ્વારા પહોંચાડી શકશે. જે અન્વયે આજના પ્રથમ દીવસે અલગ – અલગ ૧૦ જેટલા ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો છે. તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું

.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!