આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્ટેશન રોડ ઉપર આડેધડ પાર્કિંગ કરનાર 30 જેટલા વાહનો કરાયા લોક

આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્ટેશન રોડ ઉપર આડેધડ પાર્કિંગ કરનાર 30 જેટલા વાહનો કરાયા લોક
તાહિર મેમણ – આણંદ – 31/01/2026 – આણંદ મહાનગરપાલિકાના મુખ્ય સ્ટેશન રોડ ઉપર આડેધડ પાર્કિંગ કરીને ટ્રાફિક સમસ્યા ઊભી કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ ઉપરાંત સમગ્ર મનપા વિસ્તારમાં આડેધડ પાર્કિંગ કરનાર અને નો પાર્કિંગ ઝોનમાં વાહનો મુકનાર લોકોના વાહનો લોક કરીને દંડનીય કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે.
કમિશનર શ્રી ની સુચના અનુસાર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આજે સ્ટેશન રોડ વિસ્તારમાં નો પાર્કિંગ ઝોનમાં મૂકવામાં આવેલ ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનો ને લોક કરવામાં આવ્યા છે અને દરેકની પાસેથી રૂપિયા 200 દંડનીય કાર્યવાહી કરીને વસૂલ કરવામાં આવશે.
મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે કે પોતાના વાહનો નો પાર્કિંગ ઝોનમાં મૂકવામાં ન આવે અને ટ્રાફિકની સમસ્યા ઉદભવે અને બીજા લોકોને હેરાનગતિ થાય તે રીતે આડેધડ પાર્કિંગ ન કરવા પણ જણાવ્યું છે.
મહાનગર પાલિકા દ્વારા હવેથી ટ્રાફિક સમસ્યાને નાબૂદ કરવા માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નિયમિત ચેકિંગ કરવામાં આવશે અને જેમના વાહનો નો પાર્કિંગ ઝોનમાં મુકેલા હશે તે વાહનો લોક કરવામાં આવશે અને આવા વાહનોના માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.
આમ મહાનગરપાલિકા ના કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા દૂર થાય અને મુખ્ય રસ્તાઓ ઉપર થી અવરજવર કરનાર નગરજનોને આડેધડ પાર્કિંગને કારણે ઉદભવતી સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે નગરજનો પોતાના વાહનો નિયમ અનુસાર વ્યવસ્થિત રીતે માત્ર પાર્કિંગ ઝોનમાં જ મૂકે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે.





