પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ૪૦૦૦ જેટલા લોકોને સહી સલામત સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતરિત કરાયા

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
________
પંચમહાલ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરેરાશ ૮ ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે મોરવા હડફ તાલુકા ૧૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.આજ તા.૨૭ ઓગષ્ટના રોજ વરસાદનું પ્રમાણ ઘટયું છે.જિલ્લામાં આજે સવારે ૬ વાગ્યા થી લઈને બપોરે ૨ વાગ્યા સુધી સરેરાશ ૧ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં ભારે વરસાદ થતા જિલ્લા કલેકટર આશિષ કુમાર દ્વારા સતત મોનીટરીંગ કરીને તમામ જરૂરી પગલાં લેવા તંત્રને જણાવ્યું હતું. ભારે વરસાદને પગલે આજરોજ જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષિણક કાર્ય બંધ રખાયું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે જિલ્લામાં ૪૦૦૦ જેટલા લોકોને સહી સલામત સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતરિત કરાયા હતા.
જિલ્લા કલેકટર આશિષ કુમારએ જણાવ્યું કે,જિલ્લાના તમામ ડેમ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કડાણા ડેમમાંથી ૧.૨૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.પાનમ ડેમ ૨૧ હજાર અને હડફ ડેમમાંથી ૫૫૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, સાવચેતીના ભાગરૂપે લોકો પાણીની નજીક ના જાય, તંત્ર દ્વારા નીચાણ વાળા વિસ્તારોમાં પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કુલ ૪૦૦૦ જેટલા લોકોને સહી સલામત સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરાયા છે.
શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિત માટે નગરપાલિકા, મામલતદાર અને પ્રાંત કચેરીની ટીમો દ્વારા ફિલ્ડ પર રહીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. જિલ્લામાં પંચાયતના ૧૭ અને સ્ટેટના કુલ ૩ એમ કુલ મળીને ૨૦ જેટલા રસ્તાઓના કોઝ વે પર પાણી આવવાથી બંધ કરાયા છે. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે, જ્યાં સુધી કોઝ વે પરથી પાણી ના ઉતરી જાય ત્યાં સુધી આ રસ્તાઓનો ઉપયોગ ના કરવામાં આવે તેમ જણાવ્યું હતું.






