નવસારી મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ નિશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ નો ૪૫૦ જેટલા સફાઈ કર્મચારીઓએ લાભ લીધો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓના આરોગ્યપ્રતિ દૃઢ ચિંતાને પગલે તા . ૧૫ જૂન ૨૦૨૫ રવિવારના રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિશિષ્ટ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના તમામ સફાઈ કામદારો માટે ખાસ આયોજન હેઠળ યોજાયો હતો.
આ આરોગ્ય ચકાસણી કેમ્પમાં મહાનગરપાલિકા દ્વારા ટેકનીકલ મેડિકલ ટીમની ઉપસ્થિતિમાં સામાન્ય તાપમાનો, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હિમોગ્લોબીન, હૃદય અને શ્વાસ સંબંધિત પરીક્ષણો કરાયા હતા. આ ઉપરાંત જરૂર જણાય તે કર્મચારીઓને આગળની તબિબી સારવાર માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
કેમ્પમાં કુલ ૪૩૭ સફાઈ કર્મચારીઓએ નિઃશુલ્ક આરોગ્ય પરીક્ષણનો લાભ લીધો હતો. આ કાર્યકમનું મુખ્ય ઉદ્દેશ્ય હોઈ રહ્યું કે, રોજિંદી નોકરીમાં જટિલ અને જોખમભર્યા પરિસ્થિતિમાં કામ કરતા સફાઈ કર્મચારીઓનું આરોગ્ય સંચાલિત અને મજબૂત રહે.
આ અવસરે મનપા અધિકારીઓએ કેમ્પ સ્થળની મુલાકાત લીધી અને આરોગ્ય સેવાઓની ઉપલબ્ધીઓનું નિરીક્ષણ કર્યું. આવનારા સમયમાં પણ આવા વધુ કેમ્પોનું આયોજન કરવાનો નિણય કરવામાં આવ્યો છે જેથી કર્મચારીઓનું આરોગ્ય સુદ્રઢ અને કાર્યક્ષમ રહે.




