
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સમગ્ર ગુજરાત રાજ્યમાં આરોગ્ય કર્મીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે.ત્યારે ડાંગ જિલ્લામાં પણ ડાંગ જિલ્લાનાં આરોગ્ય કર્મચારી મંડળનાં 70 જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.જેમાં તરુણભાઈ રમણભાઈ સોલંકી (પ્રમુખ, આરોગ્ય કર્મચારી મંડળ ડાંગ અને સહમંત્રી, આરોગ્ય મહાસંઘ ગુજરાત )ની આગેવાનીમાં આરોગ્ય કર્મચારીઓની મુખ્ય 2 માંગણીઓ જેવી કે (1) ટેક્લિકલ પોસ્ટ ગણી ગ્રેડપે 2800 કરવો તથા (2)
ઉચ્ચતર તથા પ્રમોશન વખતે ખાતાકીય પરીક્ષાની જોગવાઈ રદ કરવી જેવી માંગણીઓ બાબતે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલ છે.જેમાં આહવા સનસેટ પોઇન્ટ ખાતે ભેગા મળી ચર્ચા કર્યા બાદ ત્યાંથી કલેક્ટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર આપવામાં આવેલ છે.ત્યારે અહી પ્રકાશભાઈ જી. આહીરે (મહામંત્રી, આરોગ્ય કર્મચારી મંડળ ડાંગ), સાજીદભાઈ જી. શેખ ( સલાહકાર, આરોગ્ય કર્મચારી મંડળ ડાંગ) તથા અન્ય આશરે 79 જેટલા આરોગ્ય કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.ડાંગ જિલ્લામાં 70 જેટલા આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરતા આરોગ્ય સેવા ખોરંભે ચડી હતી..




