DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા – પીએમ મોદીના કાર્યક્રમના ખર્ચ અંગે ચૈતર ભાઈ ઍ કહ્યું:7 કરોડનો મંડપ, 3 કરોડનો ડોમ, 5 કરોડનો સ્ટેજ, 2 કરોડનો ચા નાસ્તો અને 7 કરોડ બસનો ખર્ચ

ડેડીયાપાડા – પીએમ મોદીના કાર્યક્રમના ખર્ચ અંગે ચૈતર ભાઈ ઍ કહ્યું:7 કરોડનો મંડપ, 3 કરોડનો ડોમ, 5 કરોડનો સ્ટેજ, 2 કરોડનો ચા નાસ્તો અને 7 કરોડ બસનો ખર્ચ

તાહિર મેમણ – ડેડીયાપાડા – 22/12/2025 – પ્રધાનમંત્રી મોદીના ડેડીયાપાડા સહિતના કાર્યક્રમોમાં જે ખર્ચ કરવામાં આવ્યો છે જે મુદ્દે આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, આદિવાસી લોકોએ પણ ગૌરવ દિવસની ઉજવણી કરી અને વડાપ્રધાન મોદી પણ ઉજવણી કરે તેની સામે અમને વાંધો નથી પરંતુ અધિકારીઓ દ્વારા જે કરોડો રૂપિયાના વાઉચર બનાવીને જે ધુમાડા કરવામાં આવ્યા છે. આ પૈસા ભાજપના સાંસદના કે પાર્ટીના નથી પરંતુ આદિવાસી સમાજના લોકોના વિકાસના પૈસા છે. વિકાસ પર્વ, અમૃત મહોત્સવ, ગૌરવ યાત્રા, યુનિટી માર્ચમાં કરોડોનો ધુમાડો, પરંતુ અમારા લોકોનું કુપોષણ ક્યારે દૂર થશે? સિકલ સેલની સમસ્યા ક્યારે દૂર થશે? આંગણવાડીઓ ક્યારે બનશે? શાળાઓ ક્યારે બનશે? અમારા લોકોને રોજગારી ક્યારે મળશે? આ બધી બાબતોનો ખુલાસો કરવાનો હોય. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા પ્રમુખ સાથે 10 કરોડનું કમલમ બનાવ્યું તો એ કોના પૈસાથી બનાવ્યું? અમે નાની ભાડાની ઓફિસમાં બેસીને કામકાજ કરીએ છીએ પરંતુ ભાજપનું કમલમ કોના પાસેથી બન્યું? તેનો ખુલાસો કરવામાં આવે.

 

નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં 1340 બસ ફાળવવામાં આવી હતી અને 20 બસને લીલી ઝંડી આપવામાં આવી હતી. આજે ત્યાં એક પણ બસ નથી. બસ ક્યાં ગઈ તેની કોઇ માહિતી નથી. લોકો અમને પૂછે છે કે મોદી સાહેબ આવ્યા ત્યારે બસ ફાળવવામાં આવી તો અમારી સાઇડ એક પણ બસ મૂકી નથી. ડીજીવીસીએલને પણ ટ્રાઇબલ સબ પ્લાન 1,16,73,000 રૂપિયા આ પ્રોગ્રામમાં ખર્ચવા માટેની ગ્રાન્ટ આપવામાં આવી છે. એસટી નિગન વિભાગને 6 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. જે પણ એજન્સીઓને બિલો ચૂકવવામાં આવ્યા છે આ તમામ એજન્સીઓ ભાજપને લાગતા વળગતાઓની એજન્સીઓ છે. કોઈપણ જાતના ટેન્ડર કર્યા વગર અને ટેન્ડર નિયમોને નેવે મૂકીને બારોબાર કરોડો રૂપિયાની લ્હાણી અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. બીજી બાજુ આંગણવાડી માટે, શાળાનાં ઓરડા માટે, કુપોષિત બાળકો માટે ગ્રાન્ટ નથી. આ કયા વિકાસની વાત કરે છે? વડાપ્રધાન આવે ત્યારે પ્રોગ્રામમાં ખર્ચો થાય તે અમે પણ માનીએ છીએ. પરંતુ આ પ્રકારના કરોડોના ખર્ચા કરીને નર્મદા જિલ્લાની બધી ગ્રાન્ટ પૂરી કરવામાં આવી છે. આ ગ્રાન્ટમાં જે તે અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને ભાજપનાં લાગતા વળગતા નેતાઓ સંકળાયેલા હોય તે તમામ પર તપાસ કરીને રકમ પુનઃ જમા કરવામાં આવે તેવી અમારી માંગણી છે. આદિવાસી બાળકોની રકમ આ રીતે અમે વાપરવા દેશું નહીં. પ્રજાનાં પૈસાની દિવાળી કરવા દઈશું નહીં. અમારી માંગણી છે કે જે પણ અધિકારીઓએ આ પ્રકારના બિલો મૂક્યા છે તેની પર CID દ્વારા તપાસ કરી અઠવાડિયાની અંદર FIR કરી કાર્યવાહી કરવામાં આવે. જો અઠવાડિયા સુધીમાં આ નહીં થાય તો આવનાર દિવસોમાં નર્મદા જિલ્લાના તમામ લોકોને સાથે રાખીને કલેકટર કચેરી, એસપી કચેરી સહિત અમારે આંદોલન કરવું પડે તો અમે આંદોલન પણ કરીશું.

Back to top button
error: Content is protected !!