પીવાનુ પાણી શુદ્ધ અને યોગ્ય મેળવાનોહ્યુમન રાઇટ છે

ખંભાળીયા નગરપાલિકાના નગરજનો….
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ખંભાળીયા નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણીના સેમ્પલ લીધા હતા અને તેનું લેબોરેટરી ટેસ્ટિંગ કર્યું હતું જેમાં મોટાભાગના સેમ્પલ નિષ્ફળ ગયા છે અને તેના આધારે આરોગ્ય વિભાગે ખંભાળીયા નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખીને કહ્યું છે કે “”જે પાણી આપવામાં આવે છે તે પીવા લાયક નથી””
ત્યારે ખંભાળીયા નગરજનો ક્યાં સુધી મૌન રહેશો ?? નગરપાલિકાના સત્તાપક્ષના સભ્યોએ ભ્રષ્ટાચારની ભાગ બટાઈમાં સામસામે કાગળ યુદ્ધ કરી જાહેર કરી દીધું કે ભ્રષ્ટાચારમાં બધી સીમાઓ તેઓ ઓળંગી ગયા છે. તેમાં આખું ખંભાળીયા મૌન રહ્યું પણ હવે આ ભ્રષ્ટાચાર તો તમારા આરોગ્ય સુધી પહોંચી ગયો છે તમને પીવા લાયક પાણીમાં પણ ભ્રષ્ટાચાર કરે ને આપણે મૌન રહીએ ?? માત્ર ખંભાળીયા નગરપાલિકા પૂરતી જ આ વાત નથી. આરોગ્ય વિભાગે આ પત્રમાં દ્વારકા જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓને પત્ર લખીને દ્વારકા જિલ્લાના ગામડાઓમાં આપવામાં આવતા પાણી પણ પીવા લાયક નથી એવો રિપોર્ટ આપ્યો છે. ત્યારે આ તે કેમ ચાલે ?? આ લડાઈ આપણાં સૌની છે. ખંભાળીયા શહેર – જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાના વહીવટદાર અને પ્રાંત અધિકારીશ્રીને આ બાબતે લેખિત રજુઆત કરવા જવાનું હોય ખંભાળીયાવાસીઓ અને દ્વારકા જિલ્લાવાસીઓને વિનંતી કરીએ છીએ કે આ લડત તમારી છે આ લડત તમારા આરોગ્ય સાથે થઈ રહેલા ચેડાઓ સામેની છે તો આવો આપણે સૌ સાથે મળીને લડત કરીએ.
*કાર્યક્રમ:-* જોધપરના નાકેથી પ્રાંત કચેરી સુધી જઈને લેખિત રજુઆત કરવા જવાનું છે
*એકઠા થવાનું સ્થળ:-* જોધપર નાકુ, ગાંધીજીના બાવલા પાસે
*તારીખ અને સમય :-* 30/03/2026 સોમવારે સવારે 10 વાગ્યે







