GUJARATLIMBADISURENDRANAGAR

લીંબડી અમદાવાદ હાઇવે પર પૂર્વ CM વિજય રૂપાણીનુ પાયલોટીંગ કરતી કાર અને બાઈક વચ્ચે અકસ્માત 

તા.06/11/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

અકસ્માતનાં પગલે વિજયભાઈએ તાત્કાલિક ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડયા

લીંબડી અમદાવાદ હાઇવે પર ચોરણીયા ગામના પાટીયા પાસે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે વિગતો મુજબ હાઇવે પરથી પસાર થઈ રહેલા પૂર્વ CM રૂપાણીના કાફલામાં સવાર પોલીસની પાયલોટિંગ કાર એક બાઇક સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં એક વ્યક્તિને પગમાં ઇજા પહોંચી હતી જેને લઈ વિજય રૂપાણીએ ઇજાગ્રસ્ત વ્યક્તિની સારવાર માટે વ્યવસ્થા કરી તેમને લીંબડી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાની પોલીસ પાયલોટિંગ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો પૂર્વ CM રૂપાણીના કાફલાની પોલીસ પાયલોટિંગ કાર હાઇવે પરથી પસાર થતાં એક બાઇકને અથડાઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે ઘટનામાં બાઇક સવાર એક વ્યક્તિને પગના ભાગે ઇજા પહોંચતા પૂર્વ CM રૂપાણીએ પોતાની કારમાંથી ઉતરી તાત્કાલિક ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવાની કવાયત કરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!