
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસા–મેઘરજ રોડ પર ઈકો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, મહિલા ઈજાગ્રસ્ત
અરવલ્લી જિલ્લામાં મોડાસા–મેઘરજ મુખ્ય માર્ગ પર રતનપુર પાટિયા નજીક આજે બપોરના સમયે અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પીઠ (રાજસ્થાન)થી મજૂર વર્ગના લોકોને અમદાવાદ તરફ લઈ જતી ઈકો ગાડી અને ટ્રેક્ટર વચ્ચે અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત એટલો જોરદાર હતો કે ઈકોમાં બેસેલી એક મજૂર મહિલા ઈજાગ્રસ્ત બની હતી. ઈકો વાહનની આગળની બંને એરબેગ પણ ખુલી ગઈ હતી.ઈકો ચાલકના જણાવ્યા મુજબ રાજેસ્થાન પીઠ થી અમદાવાદ મજૂર વર્ગ લઈ ને જતો હતો અને આ અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ મળતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે મેઘરજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા.પ્રાથમિક તપાસમાં બન્ને વાહનોમાં નુકસાન થયાનું સામે આવ્યું છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી





