રાજુલા શહેરમાથી ગુમ થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ સ્ટેશન ટીમ

યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા શહેરમાથી ગુમ થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલી
આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ સ્ટેશન ટીમ
મ્હે અધિક પોલીસ મહાનિર્દેશક સાહેબ શ્રી સી.આઇ.ડી.ક્રાઇમ ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્વારા ગુમ તથા અપરહણ થયેલ મહીલા/પુરૂષોને શોધવા સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરવામા આવેલ હોય જે અન્વયે મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ગુમ તથા અપરહણ થયેલ વ્યક્તિઓને શોધી કાઢી અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે મ્હે. અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુમ તથા અપરહણ થયેલ લોકોને શોધી કાઢી ડ્રાઇવ સબબ વધુ અસરકારક કામગીરી કરવા સુચનો આપેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી જયવીર ગઢવી સાહેબ સાવરકુંડલા વિભાગ નાઓએ ગુમ તથા અપરહણ થયેલ વ્યકતિઓને શોધી કાઢી અને કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપેલ
ઃ- ગુન્હાની વિગત
આ ગુન્હાની વિગત એવી છે કે મરણજનાર સુરેશભાઇ કરશનભાઇ સભાડીયા રહે.કડીયાળી રોડ, રાજુલા વાળાઓ તા.૦૮/૧૦/૨૦૨૫ ના સાંજના સાતેક વાગ્યાના અરસામા ખેતલા આપા ટી સ્ટોલ, કોહીનુર હોટલ પાસે, રાજુલા ખાતે થી પોતાની મોટરસાયકલ લઇ અને નીકળી ગયેલ તેને ફોન કરતા લાગેલ નહી અને કોઇ ભાળ મળેલ નહી જેથી મરણ જનારના ભાઇએ લાલજીભાઇ કરશનભાઇ સભાડીયા નાઓ રાજુલા પોલીસ સ્ટેશન આવી અને પોતાના ભાઇ તપાસ કરતા મળી આવેલ ન હોય જે અંગે રાજુલા પો.સ્ટે.ગુમ જાણવા જોગ નં.૪૭/૨૫ થી રજી. કરાવેલ
જે અન્વયે રાજુલા પો.સ્ટે ના પો.ઇન્સ એ.ડી.ચાવડા સાહેબ નાઓ દ્વારા ગુમ તથા આપરહણ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા સબબ સદરહુ ડ્રાઇવ સબબ અકસરકારક કામગીરી કરવા જરૂરી સુચન આપેલ અને ઉપરોકત ગુમ થનાર સુરેશભાઇ કરશનભાાઇ સભાડીયા નાઓ હોટેલ સંચાલક હોય અને રાજુલા ખાતે એકલા રહેતા હોય જેથી સદરહુ ગુમ જાણવાજોગને ગંભીરતાથી લઇ અને રાજુલા પોલીસ સ્ટેશનની ટીમને ઉંડાણપુર્વક તપાસ કરવા અને ગુમ થનારને શોધી કાઢવા સુચના આપેલ
જેથી ઉપરોકત ગુમ જા.જોગ ના કામે રાજુલા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ટેકનીકલ તથા હયુમન સોર્સીસ આધારે મરણજનાર સુરેશભાઇની તપાસ કરતા અલગ અલગ મુદ્દાઓ સામે આવેલ અને ટેકનીકલ એનાલીસીસ કરતા એક શંકાસ્પદ ઇસમ રાજદિપસિંહ મજબુતસિંહ રાઠોડ રહે. રાજુલા,નીલકંઠ એપાર્ટમેન , મુળ.ખડાધાર તા.ખાંભા જી.અમરેલી વાળો મળી આવેલ જેને યુકતિ પ્રયુકતિથી પુછપરછ અને તપાસ દરમ્યાન પોતાએ ગુમ થનાર સુરેશભાઇની હત્યા કરેલ હોવાનુ કબુલ કરેલ જે અંગે રાજુલા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં. ૦૮૩૪/૨૦૨૫ ભારતીય ન્યાય સહીંતા ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧),૨૩૮ મુજબનો ગુન્હો રજી થયેલ
ઃ- ગુન્હો આચરવાની રીત
આ કામે આરોપી રાજદિપસિંહ મજબુતસિંહ રાઠોડની સઘન પુરપરછ કરતા આરોપીએ કબુલાત આપેલ કે તેની પત્ની સાથે મરણજનાર સુરેશભાાઇને આડા સંબધ હોય જે વાતનુ મનદુઃખ રાખી આરોપીએ ગઇ તા.૦૮/૧૦/૨૦૨૫ ના રોજ સાંજના સાતેક વાગ્યે મરણજનાર સુરેશભાઇને ફોન કરી અને માર્કેડયાર્ડ પાસે બોલાવેલ અને ત્યા બન્ને ભેગા થઇ અને મરણજનાર સુરેશભાઇના ઘરે ગયેલ જયા આરોપી તથા મરણજનારને મોબાઇલ જોવા આપવા બાબતે માથાકુટ થતા આરોપીએ હાથ વડે ગળુ દબાવી અને કપડાના લીરા વડે સુરેશભાઇને ગળા ટુપો આપી મોત નિપજાવી લાશને ત્યા રહેવા દઇ આરોપી મરણજનાર સુરેશભાઇની મોટરસાયકલ લઇ પોતાના ઘરે આવી ગયેલ અને મોડી રાત્રીના આશરે એકાદ વાગ્યની આસપાસ માણસોની અવર જવર ઓછી થતા લાશને સગેવગે કરવા ફરીથી મરણજના સુરેશભાઇના ઘરે ગયેલ અને ત્યાં સૌપ્રથમ બાથરૂમ લાશ લઇ અને પેટ્રેલ વડે સળગાવવાની કોશીશ કરેલ જેમા સફળતા ન મળતા ઓઢવાની ચાદર (બ્લેન્કેટ)માં મરણજનાર સુરેશભાઇની લાશને બાંધી પોટકુ વાળી અને મરણજનારની મોટરસાયકલમાં પાછળ બાંધી ખાંભા તાલુકાના ચતુરી ગામના પાટીયાથી પીપળવા તરફ જવાના રસ્તા તરફ આવેલ જંગલમાં અવાવરૂ જગ્યાએ એક ખાડામા ચાદર (બ્લેન્કેટ)માં બાંધેલી હાલતમાં નાખી દીધેલ જે અંગેની વિગત આરોપી જણાવતા રાજુલા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સદરહુ જગ્યાએ જઇ તપાસ કરતા વરસાદના હિસાબે ખાડામા પાણી ભરાય ગયેલ હોય જેમાં તપાસ કરતા પાણીની અંદર એક ચાદર(બ્લેન્કેટ)માં બાધેલ હાલતમાં લાશ મળી આવેલ જે અંગે ઉપરોકત ગુન્હો મરણજનારના ભાઇ લાલજીભાઇ કરશનભાઇ સભાડીકયા ની ફરીયાદ લઇ રજી. કરેલ અને હત્યાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ
ઃ- આરોપીની વિગત
રાજદિપસિંહ મજબુસિંહ રાઠોડ રહે.નીલકંઠ એપાર્ટમેન્ટ, રાજુલા
મુળ.ખડાધાર તા.ખાંભા જી.અમરેલી
ઃ- કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.ડી.ચાવડા સાહેબ ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ આર.એલ.રાઠોડ સાહેબ તથા સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ મધુભાઇ પોપટ તથા હે.કોન્સ. હરપાલસિંહ ગોહિલ તથા હેડ.કોન્સ હરેશભાઇ વાળા તથા હે.કોન્સ મનુભાઇ માંગાણી તથા હેડ.કોન્સ સુરેશભાઇ મેર તથા ટાઉન બીટ ઇન્ચાર્જ એ.એસ.આઇ. ભરતભાઇ વાળા તથા હેઙ.કોન્સ પ્રકાશભાઇ બાબરીયા તથા હેઙ.કોન્સ. સુરજભાઇ બાભંણીયા તથા હેઙ.કોન્સ. હરેશભાઇ બાભંણીયા દ્વારા કરવામાં આવેલ છે.




