DAHODGUJARAT

દાહોદ ઇન્દોર અમદાવાદ હાઇવે જાલત ગામ નજીક અકસ્માત ફોર વ્હિલ ગાડીમાં સવાર 5 ઈસમોનું આબાદ બચાવ 

તા.૩૦.૧૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ઇન્દોર અમદાવાદ હાઇવે જાલત ગામ નજીક અકસ્માત ફોર વ્હિલ ગાડીમાં સવાર 5 ઈસમોનું આબાદ બચાવ

મળતી માહિતી અનુસાર રાત્રીના ૦૩:૦૦ કલાકની આસપાસ ઇન્દોર અમદાવાદ હાઇવેથી ફોર વ્હિલ ગાડી અમદાવાદ તરફ જઈ રહી હતી.ફોર વ્હિલ ગાડીમાં ચાલક સહિત 5 લોકો મુસાફરી કરી રહ્યા હતા.તે દરમિયાન અમદાવાદ ઇન્દોર હાઇવે જાલત ગામ નજીક હાઇવે પર જંગલ વિસ્તાર માંથી નીલ ગાય હાઇવે પર આવી જતા તે નીલ ગાયને બચાવવા ફોર વ્હિલ ગાડીના ચાલકએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ફોર વ્હિલ ગાડીના ચાલકએ ફોર વ્હિલ ગાડી હાઇવે નજીક ખાડામાં ખાબકી દીધી હતી.અકસ્માત થતા આસપાસના લોકો મદદે દોડી આવ્યા અને કારમાં ફસાયેલ તમામ લોકોને કાર માંથી બહાર કાઢવામાં આવ્યા.ત્યારે આ ગમખવાર અકસ્માતમાં કોઈ જાનહાની ન થતા લોકોએ હાસકારો લીધો હતો

Back to top button
error: Content is protected !!