હાલોલ ગોધરા રોડ પર મુસાફરો ભરેલો છકડો પલ્ટી ખાતા સર્જાયો અક્સ્માત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૪.૭.૨૦૨૪
એક છકડા એ ગોધરા રોડ ઉપર આદિત્ય બિરલા કંપની પાસે એક બાઇક ઉપર જઈ રહેલા દંપતિને અડફેટ લઈ રોડ પર ફંગોળ્યા હતા, મુસાફરો ભરી જય રહેલો છકડો અકસ્માત સર્જી પલટી ખાઈ ડિવાઈડર ઉપર પડ્યો હતો.અકસ્માત માં બાઇક ઉપર જઈ રહેલા દંપતી અને છકડામાં સવાર ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે તમામને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. છકડાનો ચાલક પલટી ખાઈ ગયેલો છકડો ઊભો કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.હાલોલ ગોધરા રોડ ઉપર પેસેન્જરમાં ફરતા એક છકડા GJ-17-VV -1805 એ સાથરોટા થી બાઇક ઉપર કાલોલ જવા નીકળેલા દિલીપભાઈ સોલંકી અને તેમના પત્ની ગીતાબેન ને આદિત્ય બિરલા કંપની પાસે પાછળથી ટક્કર મારતા દિલીપભાઈ અને તેમના પત્ની બાઇક પરથી ફંગોળાઈને રોડ પર પટકાયા હતા.બાઇકને પાછળથી ટક્કર મારી છકડા ચાલકે ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પેસેન્જર ભરેલો છકડો પણ પલટી ખાઈ ગયો હતો.છકડો પલટી ખાઈને ડિવાઈડર ઉપર પડતા તેમાં સવાર ત્રણ મુસાફરો જાગ્રસ્ત થયા હતા, પ્રકાશભાઈ મોહનભાઈ રાઠવા ખાનગી કંપનીમાં નોકરી કરે છે, જેઓ જાંબુઘોડા થી હાલોલ આવ્યા હતા, અને કંપની સુધી જવા માટે છકડામાં બેઠા હતા,જ્યારે અન્ય એક મુસાફર ગણપતભાઈ સનાભાઇ વણકર કાલોલ તાલુકાના સણસોલી ગામના હતા, જેવો હાલોલ થી પરત ઘરે ફરી રહ્યા હતા અને છકડામાં બેસી કાલોલ સુધી જઈ રહ્યા હતા.જ્યારે અન્ય એક મહિલા મુસાફર મીનાબેન ભરતભાઇ ખાંટ કે જેઓ મૂળ લુણાવાડા ના છે,પરંતુ હાલોલમાં રહે છે, અને આરબી કાર્સમાં નોકરી કરે છે તેઓ પણ આજે સવારે નોકરી ઉપર જવા નીકળ્યા હતા અને છકડામાં બેઠા હતા.અકસ્માતમાં બાઇક પર જઈ રહેલું દંપતી રોડ ઉપર ફંગોળાતા બંને જાગ્રસ્ત થયા હતા જ્યારે છકડામાં સવાર ત્રણ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા કુલ પાંચ મુસાફરોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હાલોલ ની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યાં તમામ ને સારવાર આપી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ગીતાબેન દિલીપભાઈ સોલંકી ને વધુ સારવાર માટે વડોદરા રીફર કર્યા હતા જ્યારે છકડામાંથી ડિવાઈડર ઉપર પટકાયેલ યુવતી મીનાબેન ખાટને હાલોલની એક ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. અન્ય ત્રણ મુસાફરોને નાની મોટી ઇજાઓ હોય હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે જ તેઓને સારવાર આપવામાં આવી છે.






