
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાસિકથી ટામેટાનો જથ્થો ભરી અમદાવાદ જઈ રહેલ ટ્રક જે સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં વઘઇ આંબાપાડા ટીમ્બર ડેપો નજીક ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ટ્રક માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટામેટાનો જથ્થાનો ખુરદો બોલાઈ જવા પામ્યો હતો.સાથે ટ્રકને જંગી નુકસાન થયુ હતુ.વઘઇ વિસ્તારમાં વરસાદી માહોલ પણ હોય અને માર્ગની સાઈડમાં ટામેટાનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી મારી જતા સ્થળ પર અર્ધા ભાગનાં ટામેટા ચગદાઈ જતા અને પાણીમાં તરબોળ થઈ જતા માલિકને માથે હાથ દેવાનો વારો આવ્યો હતો.આ બનાવમાં ચાલક અને ક્લીનરને નાની મોટી ઇજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે..





