હાલોલ:પાવાગઢ બાયપાસ રોડ ઉપર રીક્ષા પલટી ખાતા સર્જાયો અક્સ્માત,એક ઇસમનું નિપજ્યુ મોત
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૦.૧૧.૨૦૨૪
મૂળ મહારાષ્ટ્રના અને હાલ હાલોલ ની એક હોટલમાં રોકાણ કરી ઘોંઘબા ખાતે આવેલ જીએફએલ કંપનીમાં ફાયર ટેન્ક ઇન્સ્ટોલ કરી પરત ફરી રહેલા બે કારીગરોને અકસ્માત નડ્યો હતો જેમાં અકસ્માત માં એક નું મોત નિપજ્યુ હતું.હાલોલ જાંબુઘોડા બોડેલી બાયપાસ રોડ પર જેપુરા ગામે પેટ્રોલ પમ્પ પાસે ગત ઢળતી સાંજે એક ઓટોરીક્ષા સામે નીલગાય જેવું પશુ આવી જતા રીક્ષા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી ખાઈ જતા સર્જાયેલ અકસ્માત માં રીક્ષા માં સવાર બે પૈકી એકનું મોત નીપજ્યું હતું. જયારે અન્ય એક ને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ માં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રની ફાયર ટેન્ક ઇન્સ્ટોલ કરતી શંભુ ટેન્ક એન્ડ લીનર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા શિવાજી જનાર્દન જાધવ ઉ.વ.42 તથા સૈરભ નરેન્દ્ર લોખંડે ઉ.વ.25 રહે. અમલા વિશ્વેશ્વર તા, ચાદુર અમરાવતી મહારાષ્ટ્રા નાઓ ઘોંઘબા ખાતે આવેલ જીએફએલ કંપનીમાં ફાયર ટેન્ક ઇન્સ્ટોલ કરવાની કામગીરી માટે કંપની ના કામે આવ્યા હતા અને હાલ હાલોલ ખાતે આવેલ રીચા હોટલમાં રહેતા હતા.ગત રોજ સવારે જીએફએલ કંપનીમાં ફાયર ટેન્ક ઇન્સ્ટોલ કરવા ગયા હતા.અને સાંજે બંને જણા એક રીક્ષામાં હાલોલ હોટલ ખાતે પરત ફરતા હતા તે દરમ્યાન હાલોલ જાંબુઘોડા બોડેલી બાયપાસ રોડ પર જેપુરા ગામે પેટ્રોલ પમ્પ પાસે રોડ પર એક નીલગાય જેવું પશુ આવી જતા રીક્ષા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા રીક્ષા પલ્ટી ખાઈ રોડ ની સાઈડ માં ખાડામાં પડી ગઈ હતી.જેને લઇ સર્જાયેલ અકસ્માત માં શૌરભ લોખંડે અને શિવાજી જાધવને ગંભીર ઈજાઓ થઇ હતી અકસ્માત સર્જાતા ઘટના સ્થળે રાહદરીઓ દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા તે ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્તોને હાલોલ ની રેફરલ હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.જેમાં શૌરભ લોખંડેને હાજર તબીબે તપાસ કરી તેને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે પાવાગઢ પોલીસ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી આવી પ્રાથમિક તપાસ બાદ રીક્ષા ચાલાક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.