AHAVADANGGUJARAT

સાપુતારા-શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બે અલગ-અલગ સ્થળે અકસ્માત:-બે આઈસર ટેમ્પોને અકસ્માત નડયો..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના પ્રવાસન ધામ સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. આ બંને અકસ્માતમાં આઈસર ટેમ્પોને નુકસાન પહોંચ્યું છે, જેને પગલે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં ફાળ પડી ગઈ હતી. પહેલી ઘટનાની વાત કરીએ તો માલેગામ પાસે નિર્માણાધીન વોલમાં આઈસર ટેમ્પો ખાબક્યો હતો.પ્રથમ અકસ્માત માલેગામ ફોરેસ્ટ હાઉસ નજીક સર્જાયો હતો.અહીં હાઇવે પર સંરક્ષણ દીવાલ  બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ દરમ્યાન મહારાષ્ટ્રમાંથી સૂરત તરફ જઈ રહેલ એક આઈસર ટેમ્પો (રજીસ્ટ્રેશન નંબર: GJ 16 AV 5164) અચાનક કાબુ ગુમાવતા નિર્માણાધીન સંરક્ષણ વોલના ઉંડા ખાડામાં ખાબક્યો હતો. તસવીરોમાં જોઈ શકાય છે કે ટેમ્પો લોખંડના સળિયાના માળખામાં ફસાયો છે, જેના કારણે મોટી હોનારત ટળી હતી.જ્યારે બીજી તરફ,સાપુતારા નજીકનાં વળાંક પાસે અન્ય એક આઈસર ટેમ્પો (રજીસ્ટ્રેશન નંબર: GJ 03 BW 3391) પણ અકસ્માતનો ભોગ બન્યો હતો.અહી પણ ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા આ ટેમ્પો રસ્તાની બાજુમાં પલટી ખાઈ ગયો હતો.સદનસીબે, આ બંને ઘટનાઓમાં કોઈ મોટી જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.સાપુતારા પોલીસ દ્વારા ટ્રાફિકને હળવો કરવાની અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.સાપુતારા ઘાટ માર્ગમાં  વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!