થરામાં નગરદેવી શ્રી બહુચર માતાજી મંદિરે પ્રાચીન પરંપરા મુજબ ભવાઈ વેશ ભજવાયો..
..."વીર અભિમન્યુ ચક્રાવો "આસો સુદ આઠમના દિવસની ભવાઈ આજે પણ લોકો દૂર દૂરથી જોવા આવે છે.
થરામાં નગરદેવી શ્રી બહુચર માતાજી મંદિરે પ્રાચીન પરંપરા મુજબ ભવાઈ વેશ ભજવાયો..
…”વીર અભિમન્યુ ચક્રાવો “આસો સુદ આઠમના દિવસની ભવાઈ આજે પણ લોકો દૂર દૂરથી જોવા આવે છે.
ભારતીય સંસ્કૃતિમાં માનવ મૂલ્યોને ઉજાગર કરતી પ્રણાલી જીવદયા “જીઓ અને જીવવા દો” ની ભાવના સાથે આરોગ્ય- મનોરંજન-કોમી- એકતાના ગુણો અને સંસ્કારોનો સંચાર કરે છે. મૃતાત્માને તર્પણ વિધિના શ્રાદ્ધ પર્વ પૂર્ણ થતાં જ માં શક્તિનું પર્વ નવલા નોરતાનો પ્રારંભ થાય છે. નવરાત્રિ એટલે શકિત-ભકિત -આરાધનાનુ પર્વ આજે કેટલાય ગામડાઓમાં પ્રાચીન પરંપરા મુજબ ગરબી ગરબા ને ભવાઈ વેશ થકી મા શક્તિના ગુણ ગાન ગાય છે.ત્યારે નવ રચિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગર માં જુનાગામ તળમાં બિરાજમાન અતિ પ્રાચીન નગર દેવી રાજ રાજેશ્વરીશ્રી બહુચર માતાજી મંદિરના ચાચર ચોકમાં રાત્રે નર- નારી,યુવક-યુવતીઓ ચાચર ચોક ની મર્યાદામાં પહેરવેશ સાથે ગરબી-ગરબા રમે છે.શ્રીમાઈ મંડળના ભાવિક ભક્તો વર્ષોથી પેઢી દર પેઢી નગર દેવીશ્રી બહુચર માતાજીના ચાચર ચોકમાં પરંપરાગત ભવાઈ રમે છે.જેમાં વેલ એજ્યુકેટેડ મોટા ભાગે શિક્ષકો અને વહેપારીઓ દ્વારા આ ભવાઈમાં વંશ પરંપરાગત પાત્ર ભજવીને મનોરંજન સાથે લોકોને ધાર્મિક ઉપદેશ આપે છે.ચાચર ચોકના ભવાઈ વેશ કલાકારોની આસો સુદ-૮ ની ભવાઈ જોવા થરા નગરથી ધંધા-રોજગાર અર્થે બહારગામ ગયેલા લોકો પરિવાર સાથે માદરે વતન આવી કુળદેવી માની પલ્લી ભરી આઠમની “અભિમન્યુ ચક્રાવો” ભવાઈ વેશ જોવા અવશ્ય આવે છે.કલાકારો ની કલાના કામણના વાહવાહ કરે છે.આજરોજ સંવત ૨૦૮૧ ના આસોસુદ-૮ ને મંગળવારની ભવાઈ વેશના કલાકારોમાં અભિમન્યુ-જયંતીભાઈ નાઈ/પીન્ટુભાઈ નાઈ,ઉત્તરા-પીન્ટુભાઈ ઠાકોર,દુર્યોધન- આશુતોષભાઈ જોષી, દ્રોણચાર્ય-હરેશભાઈ પ્રજાપતિ શિક્ષક, યુધિષ્ઠિર- બચુભાઈ નાઈ,રત્નો રાયકો- હિતેશભાઈ જોષી,સુભદ્રા -મુકેશભાઈ દરજી કુંતામાતા- કીર્તિભાઈ નાઈ સહિત અનેક માઈ ભક્તોએ ભવાઈ વેશના અદભુતપાત્રો ભજવીને સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા.લોક સાહિત્યકાર દિપક જોષીનો માત્ર ૯ વર્ષનો પુત્ર દત્ત દીપકભાઈ જોષીની તલવાર બાજી અને વીર રસના છપ્પાએ લોકોના દિલ જીતી લીધા હતા. થરા સ્ટેટમાજી રાજવી દરબારગઢ પરિવાર,શ્રી માઈ મંડળના રાજુભાઈ સોની, પુજારી સોમભારથી ગોસ્વામી, જોઈતાભાઈ પ્રજાપતિ ચંદ્રેશ સોની,ભુપેન્દ્રભાઈ સોની,ગૌરાંગ સોની,અલ્પેશભાઈ પ્રજાપતિ, હરીભાઈ સોની,સાહિત્યકાર દિપકભાઈ જોષી સહિત માતાજીના અનેક ભક્તોનો અનોખો સહયોગ રહે છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦