ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : આંબલિયારા પોલીસે છેલ્લા 22 વર્ષથી વાયર ચોરી ના ગુન્હામાં ફરાર અમદાવાદના આરોપીને દબોચી લીધો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : આંબલિયારા પોલીસે છેલ્લા 22 વર્ષથી વાયર ચોરી ના ગુન્હામાં ફરાર અમદાવાદના આરોપીને દબોચી લીધો

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે આંબલિયારા પોલીસે અમદાવાદથી વાયર ચોરીના ગુન્હામાં 22 વર્ષથી પોલિસને હંફાવતા શંકરજી કુમાવતને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી છેલ્લા 22 વર્ષથી પોલીસને દોડાદોડી કરવાનાર વાયર ચોર શંકરજી કુમાવતને પોલીસ કાનૂન કે હાથ બહુત લંબે હોતે હૈનો અહેસાસ કરાવ્યો હતો

 

આંબલિયારા પીએસઆઇ શેલાર અને અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી નાસતા-ફરતા આરોપીને ઝડપી બાતમીદારો સક્રિય કરતા 22 વર્ષ અગાઉ બાયડ પંથકમાં વાયર ચોરીના ગુન્હામાં પોલીસને હાથતાળી આપતો શંકરજી ભદરજી ઉર્ફે બારદુજી કુમાવત હાલ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલ ત્રિકમલાલ પાર્ક સોસાયટીમાં રહેતો હોવાની બાતમી મળતા આંબલિયારા પોલીસ તાબડતોડ થલતેજ વિસ્તારમાં પહોંચી વોચ ગોઠવી શંકરજી કુમાવત ઘરેથી બહાર કામકાજ અર્થે નીકળતા દબોચી લેતા આરોપીના મોતિયા મરી ગયા હતા 22 વર્ષ અગાઉ વાયર ચોરીના ગુન્હાને અંજામ આપવો શંકરજી કુમાવતને ઢળતી ઉંમરે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો આંબલિયારા પોલીસે વાયરચોરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Back to top button
error: Content is protected !!