GUJARATKHERGAMNAVSARI

ખેરગામના આચાર્ય કશ્યપભાઈ જાનીને ઉનાઈ ખાતે “કથાકાર” ની દીક્ષા

 

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ ના આચાર્ય કશ્યપભાઈ જાની ને ઉનાઈ માં ” કથાકાર ” ની દીક્ષા આપવામાં આવી /તીર્થંધામ ઉનાઈ માતા મઁદિરે કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની ભાગવત કથાના મઁગલ આરંભે આજે ખેરગામ ના કર્મકાંડ આચાર્ય કશ્યપભાઈ ભાણાભાઈ જાની ને ” કથાકાર ” ની દીક્ષા પ્રફુલભાઈ શુક્લ અને પૂજ્ય પ્રભુદાદા દ્વારા આપવામાં આવી હતી આ પ્રસંગે દેવનારાયણ ધામ મોતાં ના તારાચંદ બાપુ, કિશોરસિંહ રાજપુરોહિત, નવસારી જિલ્લા ભા,જ, પ, ઉપ પ્રમુખ અશોકભાઈ ગજેરા રસિકભાઈ ટાક, બિપીનભાઈ પરમાર, હરિશભાઈ પરમાર, અને શિવપરિવાર ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કથા ના આયોજક શૈલેષભાઇ પટેલે મેહમાનો નું સ્વાગત કર્યું હતું,આચાર્ય રાકેશભાઈ દુબે અને નરેશભાઈ રામાનંદી એ મન્ત્ર ઉચ્ચાર કર્યા હતા આપુર્વે ગીરીશભાઈ જયસ્વાલ ના નિવાસેથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી મુખ્ય યજમાન મહેશભાઈ બાબુભાઇ પાંચિયા વતી જયસ્વાલ પરિવારે પોથી પૂજન કર્યું હતું અશોકભાઈ ગજેરા તરફથી સાત દિવસ ના ભોજન પ્રસાદ ભન્ડારા નો આરંભ થયો હતો નવ નિયુક્ત કથાકાર કશ્યપભાઈ જાની એ ભાગવત કથાનું મહાત્મ્ય વર્ણન કર્યું હતું g j દેશી ન્યૂઝ t, v, પર કથાનું લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે વિશાલ સઁખ્યામાં લોકો એ કથા શ્રાવણ અને ભોજન પ્રસાદ નો લાભ લીધો હતો કથા નો સમય દરરોજ સવારે 9 થી 12 રાખવામાં આવ્યો છે

Back to top button
error: Content is protected !!